કોણે કીધું બૉલિવૂડમાં કૅટ ફાઈટ જ થાય, રણબીર કપૂરની ઈર્ષ્યા કરે છે આ ટૉપ બૉલિવૂડ એક્ટર

અભિનેતા કાર્તિક આર્યને કહ્યું હતું કે મને મોખરાના અભિનેતા રણબીર કપૂરની ખૂબ અદેખાઇ આવે છે. સોનુ કે ટીટુ કી ટ્વીટી ફિલ્મે 1૦૦ કરોડની આવક રળી એ પછી કાર્તિક પણ એ લિસ્ટના કલાકારોમાં ગણાતો થઇ ગયો છે. મિડિયા સાથેની એક મુલાકાત દરમિયાન કાર્તિકે આ વિધાન કર્યું ત્યારે પહેલાં તો મિડિયાને નવાઇ લાગી હતી કે કાર્તિક કયા સંદર્ભમાં આ વાત કરી રહ્યો હતો.

Bollywood actor Kartik Aryan

એ પછી ખુદ કાર્તિકે ખુલાસો કરતાં કહ્યું, ‘રણબીરની સ્ક્રીપ્ટ સેન્સ જબ્બર છે. મને એ સ્ક્રીપ્ટ સેન્સની અદેખાઇ આવે છે. કોઇ પણ કલાકારની સફળતાનો આધાર સોલિજ સ્ક્રીપ્ટ હોય છે. તમે સ્ક્રીપ્ટ પસંદ કરવામાં ભૂલ કરો તો ગયા કામથી. રણબીરની મોટા ભાગની સ્ક્રીપ્ટ તમે જુઓ તો ખ્યાલ આવે કે એની સ્ક્રીપ્ટ સેન્સ સોલિડ છે. એટલે એ બહુ વિચારી વિચારીને ફિલ્મો પસંદ કરે છે. એની બહુ ઓછી ફિલ્મો ફ્લોપ નીવડી છે. એની પાછળ એની સ્ક્રીપ્ટ સેન્સ નિમિત્ત બની છે.’

એણે ઉમેર્યું હતું કે રણબીરનો અભિનય પણ સ્વાભાવિક હોય છે. બે હીરોવાળી કોઇ ફિલ્મની ઑફર આવે તો રણબીરની સાથે કામ કરવાનું મારું સપનું છે. એવી સ્ક્રીપ્ટ આવે તો હું વિના વિચારે ઝડપી લઇશ. અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની એકાદ ફિલ્મ કરવાની મારી ઉત્કટ ઇચ્છા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter