GSTV
Home » News » જામનગર: ગણેશજીના સ્થાપન સાથે ગૌમાતાનું વિશેષ મહત્વ

જામનગર: ગણેશજીના સ્થાપન સાથે ગૌમાતાનું વિશેષ મહત્વ

જામનગરમાં એઈટ વન્ડર્સ ગ્રુપ છેલ્લા કેટલાંક વર્ષોથી લોકજાગૃતિની સાથે ગણેશોત્સવનું આયોજન કરે છે. શહેરના બેડીગેઈટ નજીક આ ગ્રુપ દ્વારા દગડુ શેઠ ગણેશજીની સ્થાપના કરાઈ છે.

શહેરનાં બેડીગેઈટ નજીક ચાલુ વર્ષે આ ગ્રુપ દ્વારા ગાયનું છાણ, ગૌમૂત્ર અને માટીનો ઉપયોગ કરી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. લોકો ગાયનું અને ગૌમૂત્રનું મહત્વ સમજે તેથી આ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી મૂર્તિ બનાવવામાં આવે છે. જે જગ્યાએ ઈકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામા આવ્યું છે, ત્યાં જ આ મંડળ દ્વારા બેનર્સ લગાવી ગાય અને ગૌમૂત્રના ઉપયોગ અને ફાયદાની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતાં લોકો માહિતી મેળવતા જોવા મળ્યા હતા.

Related posts

જીત બાદ PM મોદીએ પાઠવ્યુ અભિનંદન,તો પાકિસ્તાન મીડિયાને યાદ આવી વિંગ કમાન્ડરની VIDEO થયો વાયરલ

Mansi Patel

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ ચાર બેઠક પર ભાજપ આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!