GSTV

જામનગરમાં માતાએ બાળકી સાથે છઠ્ઠા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી

જામનગરના સત્યમ કોલોની પાસે મુખ્યમંત્રી ગૃહ યોજનાના મકાનમાં રહેતી એક માતાએ તેની સાત વર્ષીય બાળકી સાથે છઠ્ઠા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. એલઆઈજી-2 પ્રકારના આવાસમાં રહેતી વર્ષાબહેન ઓડીયાએ શુક્રવારે મોડી સાંજે પોતાની પુત્રી તાન્યા સાથે છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું.

ઘટનાની જાણ થતાંજ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલીક પોલીસ અને 108ને જાણ કરી હતી.વર્ષાબહેનનું તો ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી સાત વર્ષીય તાન્યાએ પણ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. માનસિક તણાવના કારણે માતાએ આ અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Related posts

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

રેલીમાં મુર્દાબાદના નારા લાગતા ભડક્યાં નીતિશ કુમાર, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો તેને સાંભળવા જાઓ

Mansi Patel

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!