GSTV

જાપાનના ટોકિયોમાં પીએમ મોદીનું ભારતીય સમુદાયના લોકોને સંબોધન

Last Updated on June 30, 2019 by Alap Ramani

પીએમ મોદીએ જાપાનના ટોકિયોમાં ભારતીય સમુદાયાના લોકોને સંબોધન કર્યુ છે. પીએમ મોદીએ જણાવ્યુ  હતું કે, ભારત સૌથી મોટા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આજે ભારતના લોકો દુનિયાને ભારતના ચશ્માથી જોવાનું કામ કરી રહ્યા છે. દુનિયાના દેશોમાં પર્યાવરણની સુરક્ષા, આર્થિક અસંતુલન દૂર કરવા અને વિશ્વ શાંતિ માટે ભારતની ભૂમિકા મહત્વની છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, ભારતમાં જે નીતિનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. તેનાથી દુનિયાના વિવિધ દેશોને પણ લાભ થવાનો છે. છેલ્લા ચાર વર્ષમાં થયેલા કામની પીએમ મોદીએ ઉપલ્બધીઓ પણ ગણાવી હતી. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, જનધન, આધાર દ્વારા આવેલી પારદર્શિતાથી ભારત વિકાસશીલ દેશ તરફ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ ટોકિયોમાં સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા.

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!