GSTV
Home » News » જાણો ‘શુક્ર’તમારા જીવનમાં લાવશે વૈભવ, વિલાસ કે વૈરાગ? (ભાગ-2)

જાણો ‘શુક્ર’તમારા જીવનમાં લાવશે વૈભવ, વિલાસ કે વૈરાગ? (ભાગ-2)

જાણો… શુક્ર ગ્રહ નું શુભ-અશુભ
કોઈપણ ગ્રહ જ્યારે બીજા ગ્રહ સાથે યુતિમાં આવે છે ત્યારે બેઉ ગ્રહણના ગુણધર્મો એકબીજા સાથે સંકળાય છે અને જુદી જુદી અસરો જાતકના જીવન ઉપર જોવા મળે છે. શુક્રની આવી જ જુદી જુદી યુતિના પરિણામની આપને સમજણ આજે આપને પ્રાપ્ત થશે.


જો શુક્ર અને મંગળની યુતિ હોય તો–


આ પ્રકારની યુતિ જે જાતકની જન્મકુંડળીમાં હોય તે વ્યક્તિ અભિનયમાં નિષ્ણાત હોય, શોખીન હોય એ જે પણ વસ્તુ પહેરે તે શોભી ઊઠે. સાથે સાથે તે કલાપારખું હોય, આકર્ષણ પમાડે તેવું વ્યક્તિત્વ હોય છે. પણ, આ યુતિ ઉપર જો પાપગ્રહની દૃષ્ટિ હોય, સ્થાનગત દૂષિત યુતિ હોય, નક્ષત્ર દૂષિત હોય અથવા નવમાંશ દુષિત હોય તો વ્યક્તિ ઊગ્ર કામવાસનાથી ગ્રસિત હોય છે. આવા જાતકો નિર્દોષ પ્રેમ નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક તે આવેશપૂર્ણ નિર્ણય લઈ જીવનમાં ગંભીર ભૂલોને આમંત્રણ આપી દેતો હોય છે. કોઈ વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈ જાતક તે અનુસાર પોતાના જીવનમાં શુભ સુધારા કરી શાંતિપૂર્વકનું જીવન જીવી શકે છે.


જો શુક્ર અને રાહુની યુતિ હોય તો—


જ્યોતિષશાસ્ત્રમાં આ યુતિને શુભ કહેવામાં નથી આવી. શુક્ર અને રાહુની યુતિ જો જન્મકુંડળીમાં અશુભ થતી હોય તો જાતકને આરોગ્યની સમસ્યા સતાવી શકે છે. જાતક સીધી લીટીના સંબંધો નથી ભોગવી શકતો. આ પ્રકારની યુતિવાળા જાતકો જો પ્રેમસંબંધથી જોડાય તો સંબંધોમાં બદનામીની શક્યતા વધુ જોવા મળે છે. શાસ્ત્રમાં આ યુતિને સાપ અને મોરલીનો સંબંધો કહ્યા છે. આ પ્રકારના જાતકોએ સંબંધોમાં શાલીનતા અને વિવેકની જાળવણી અવશ્ય કરવી પડશે.


જો શુક્ર અને કેતુની યુતિ હોય તો–


કુંડળીમાં આ પ્રકારની યુતિ સંબંધોમાં ઉતાર-ચઢાવની સ્થિતિ આપે છે. ક્યારેક સંબંધો એકદમ ઊંચાઈ પર હોય અને ક્યારેક આ સંબંધો એકદમ ન્યૂનતમ સ્થિતિ પ્રાપ્ત કરતા હોય છે. પુરુષ જાતકની કુંડળીમાં આ યુતિ સ્ત્રી પાત્ર સાથેના સંબંધોમાં શુષ્કતા આપે છે. કેટલીક વખત સગાઈ તૂટી જવી, સગપણની વાત પૂર્ણ થવાના આરે હોય અને સગપણ તૂટી જવા, સુખ-સંપત્તિમાં પણ ઘણો ચઢાવ-ઉતાર જોવા મળતો હોય છે.


કુંડળીમાં શુભ અને અશુભ શુક્રનું પરિણામ–


શુભ શુક્રવાળા, શાલીન હોય, માન-મરતબો જાળવીને સંબંધધ રાખે. આ યુતિવાળા જાતકોને જો પ્રેમ થાય તો તેમાં ભોગવટાની વૃત્તિ ન હોય. સ્હેજ પણ ઝાંખા કપડા ન પહેરે, પ્રત્યેક વસ્તુ સ્વચ્છ હોય, શાલીન હોય. એ પોતે થોડા સ્ટાઈલીશ હોય. એમના કપડાની એમની છટાની લોકો નકલ કરે. જ્યારે અશુભ શુક્રમાં – સંબંધોમાં સ્વાર્થીપણું આવે. બધુ ઉપરથી વિપરીત થાય. સંબંધો બાંધે પણ જલ્દી અને તૂટી પણ જલ્દી જાય. જૂના કપડાનો સંગ્રહ વધુ રાખે. શુક્ર જો મારક બનતો હોય તો સંબંધોમાં તે પીડાય. જ્યાં સંબંધ બાંધે ત્યાં ઝઘડા જ થાય. લગ્ન સંબંધમાં છૂટાછેડાની શક્યતા ઘણી વધી જાય છે.


શુક્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે —


ઓમ શું શુક્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો, શુક્રદેવનું યંત્ર રાખી શકાય, શુક્રનો નંગ, જન્મકુંડળીનો અભ્યાસ કરાવી હિરો ધારણ કરી શકાય, દુધ અને ભાત ભેગા કરી ભોજનમાં જમી શકાય. કુંવારીકાઓને પુષ્પ અથવા ઝાંઝરની ભેટ આપવી પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પરણિત પુરુષો જો પત્ની વફાદાર રહેશે અને પત્ની પતિને વફદાર રહે ત્યાં શુક્રદેવની કૃપા હોય જ છે. ચલ ચોઘડીયામાં ઉત્તર દિશામાં મુખ રાખી શુક્રદેવનો મંત્ર જાપ કરી શકાય. સફેદ ઘોડાનું ચિત્ર પાકીટમાં રાખવાથી પણ શુક્રદેવનું કૃપાવર્ષા પ્રાપ્ત થાય છે, સફેદ ગાયને ઘાસચારો નિરવો, ચણાનું દાન કરી શકાય. બરફની કણીઓ એક ચાંદીની વાટકીમાં તેમાં થોડા ગુલાબ મૂકવા અને મંત્રજાપ કરવો.


શુક્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મેં ઉપરોક્ત જુદા જુદા ઉપાય આપને વર્ણવ્યા છે પણ એક અત્યંત સરળ ઉપાય એ છે કે – પતિ અને પત્નીએ એકબીજાને પ્રેમ કરવો, એકબીજાની સારસંભાળ રાખવી, દંપતિએ એકબીજા સાથે વફાદારીભર્યું જીવન વ્યતિત કરવું. આટલું કરવાથી શુક્રદેવની અશુભ અસરો ક્યારેય પ્રાપ્ત નથી થતી.

  • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 706 999 8609

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!