GSTV
Home » News » જાણો રાજ્યમાં ક્યાં-ક્યાં રાજપૂત સમાજનો પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા પર વિરોધ, એસટી બસો બંધ

જાણો રાજ્યમાં ક્યાં-ક્યાં રાજપૂત સમાજનો પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા પર વિરોધ, એસટી બસો બંધ

સુપ્રીમ કોર્ટને ફિલ્મ પદ્માવતિને રિલીઝ કરવા પર પ્રતિબંધ ઉઠાવી લેવાનો ચૂકાદો આપ્યા બાદ પણ રાજ્યભરમાં ફિલ્મ પદ્માવતીનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

3ગઈકાલે દિવસભર રાજ્યમાં ઠેર-ઠેર રાજપૂત સમાજના લોકોએ દેખાવ કર્યા હતા. રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકરોએ રસ્તા પર ઉતરી જઈને ચક્કાજામ કર્યા હતા. અને કોઈપણ સંજોગોમાં ફિલ્મને થિયેટરોમાં રિલીઝ નહીં કરવા સુત્રોચ્ચારો કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે તંગદીલી ફેલાઈ હતી. નિકોલમાં રાજહંસ થિયેટરમાં કરણી સેનાના કાર્યકરોએ ઘૂસી જઈને તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. લગભગ પ0થી વધુ લોકોએ હંગામો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.

કરણી સેનાએ જે થિયેટરમાં પદ્માવત રિલીઝ થશે તેને સળગાવી દેવાની ખુલ્લી ચિમકી આપી છે. ત્યારે થિયેટર માલિકો પણ ચિંતામાં મુકાયા છે. થિયેટર્સ એસોસિએશને પદ્માવતને રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજી બાજુ પોલીસેતંત્રએ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

પદ્મવત ફિલ્મ રિલીઝનો દેવભૂમિ દ્વારકામાં પણ રાજપૂત સમાજે વિરોધ કર્યો છે. શહેરના ભીમરાના રોડ પર  રાજપુત સમાજે ઓખા-દ્વારકા રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યો.

પદ્માવત ફિલ્મ રીલીઝ કરવાના વિરુદ્ધમાં ગઈકાલે રાજ્યમાં એસટી બસોને આગ ચાંપીને જલદ દેખાવો થયા છે. ત્યારે આજે અમદાવાદમાં કેટલીક એસટી બસોના રૂટ તંત્રએ બંધ રાખ્યા છે. કૃષ્ણનગરથી ગાંધીનગર જતી બસો બંધ કરી દેવાઈ છે.

મહેસાણાથી આવતી એસટી બસો બંધ રાખવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર રૂટની કેટલીક બસ સેવાને પણ અસર જોવા મળી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં એસટી સેવા શરૂ ન થવાથી મુસાફરોએ સૌથી વધુ હાલાકી વેઠવી પડી છે. કોઈપણ સ્થિતિમાં લોકલ ડેપો મેનેજરની સુચનાનું પાલન કરવાનો પણ એસટી તંત્રએ આદેશ આપ્યો છે.

બનાસકાંઠામાં પદ્માવતનો વિરોધ યથાવત છે. દાંતામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો વિરોધ કરવા રસ્તે ઉતર્યા હતા. જેના કારણે પાલનપુરથી અંબાજીને જોડતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

મહત્વનુ છે કે જિલ્લાના તમામ થિયેટર માલિકોએ ફિલ્મ રિલીઝ ન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતા પણ કરની સેના દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે.

પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં બસોમાં આગચંપીની ઘટનાને લઈને બનાસકાંઠામાં બસ સેવાને વ્યાપક અસર થઈ છે. વિવિધ રૂટની 100 જેટલી બસો બંધ કરવામાં આવી છે.

આ રૂટમાં પાલનપુરથી અમદવાદ જતી તમામ એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંબાજીથી અમદાવાદ આવી રહેલી બસો પણ બંધ કરી દેવાઈ છે. એસટી બસ સેવાને અસર થતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!