GSTV
Ahmedabad Aravalli Baroda Bhavnagar Gandhinagar Gujarat Polls 2017 Morabi Rajkot Surat Trending ગુજરાત ટોપ સ્ટોરી

જાણો કોંગ્રેસમાં 77 ઉમેદવારોના નામની જાહેરાત થતાં રાજ્યમાં ક્યાં-ક્યાં સર્જાયું ધમાસાણ

કોંગ્રેસ પહેલા તબક્કા માટે 77 ઉમેદવારોના નામની જાહેરાત કરતા પાસમાં ધમાસાણ સર્જાયું છે.

કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદી જાહેર થતાની સાથે જ પાટીદારોના નામે ટિકિટ ફાળવણીના મુદ્દે થયેલી બબાલ બાદ પહેલા સુરત અને ત્યારબાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે માથાકૂટ થઇ હતી.

પાસ કાર્યકરોએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય જઇને હોબાળો મચાવ્યો અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. જે બાદ કેટલાક લોકોએ કોંગ્રેસ કાર્યાલય પરથી કોંગ્રેસના ઝંડા પણ ઉતારી લીધા હતા. નોંધનીય છે કે પાસ કાર્યકરો ઉમેદવારોના નામની યાદી જાહેર થયા બાદ ભરતસિંહને મળવા પહોંચ્યા હતા. પરંતુ ભરતસિંહનો કોઇ પત્તો ન લાગતા પાસ કાર્યકરોએ રોષે ભરાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાબંધી કરી હતી.

તો પાસ અને કોંગ્રેસ વચ્ચે મોડી રાત્રે ડખો થયો છે. પાસના કાર્યકરોને ટિકિટ આપવામાં આવતા પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ કોંગ્રેસે વિશ્વાસમાં લીધા વગર ટિકિટ આપી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રોષે ભરાયેલા પાસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યલાયે વિરોધ કર્યો હતો. તો કેટલાક કાર્યકરો ભરતસિંહના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને હોબાળો મચાવ્યો હતો.

પાસના ત્રણ સભ્યોને કોંગ્રેસે ટિકિટ કેમ અને કોને પૂછીને આપી તેનો જવાબ માંગવા દિનેશ બાંભણિયાને પોલીસે અટકાયત કરીને છોડી મૂકાયા. દિનેશ બાંભણિયા સહિતના સભ્યો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા. જો કે ભરતસિંહે ન મળતાં દિનેશ બાંભણિયાએ અડિંગો જમાવી દીધો હતો. ત્યારે પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો, જ્યાં પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી થઈ. બાંભણિયાએ ભાજપના ઈશારે પોલીસ દુવ્યવહાર કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો.

અડધી રાત્રે અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આવેલા ચંચળ પાર્ટી પ્લોટમાં દિનેશ બાંભણિયા સહિતના પાસના સભ્યોએ બેઠક કરી. બાંભણિયાએ કહ્યું કે ભરતસિંહ સોલંકી મોં છુપાવી રહ્યા છે અને રાજકીય રીતે આંદોલન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તો બીજી બાજું કોંગ્રેસની યાદી જાહેર થતાં જ સુરત કોંગ્રેસ કાર્યાલય પર પાટીદારોએ હંગામો મચાવ્યો જે બાદ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ કામરેજના ઉમેદવારની ઓફિસમાં પાસ કાર્યકરોએ તોડફોડ કરી હતી. નિલેષ કુંભાણીનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ આ રીતે તોડફોડ કરાઇ હતી

સુરત બાદ મોડી રાત્રે જૂનાગઢમાં પણ પાસ દ્વારા વિરોધ કરાયો. જૂનાગઢમાં કોંગ્રેસે અમિત ઠુમ્મરને ટિકિટ અપાયા બાદ વિનુ અમીપરા સહિત આગેવાનો ધરણા પર બેઠા હતા.

સુરતના વરાછામાં પ્રફુલ તોગડિયાને ટિકિટ આપવામાં આવતા પાસે તેનો વિરોધ કર્યો છે.  પાસના કાર્યકરોએ પ્રફુલ તોગડિયાના કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો.

ભાવનગર પશ્વિમ વિધાનસભા બેઠક પર દિલીપસિંહ ગોહિલને કોંગ્રેસે ટિકિટ આપતા વિરોધના સૂર શરૂ થયા છે. કોંગ્રેસ અને પાસના કાર્યકરોએ દિલીપ ગોહીલનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો.

ભાવનગર પશ્ચિમ બેઠક પર કોંગ્રેસની ટિકિટ ફાળવણી બાદ હોબાળો જોવા મળ્યો હતો. આ બેઠક પરના  દાવેદાર ગણાતા લાલભા ગોહિલના સમર્થકોએ  કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરી હતી અને શક્તિસિંહ ગોહિલના હાય હાયના નારા લગાવ્યા હતા.

કોંગ્રેસે આ બેઠક પર દિલીપસિંહ ગોહિલનું નામ જાહેર કર્યુ છે. જેથી લાલભા ગોહિલના સમર્થકો રોષે ભરાયા હતા. રાત્રી સમયે કાર્યાલય બંધ હોવાથી ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ ઓફીસના બોર્ડની તોડફોડ કરી. તેમજ રસ્તા પર ટાયરો સળગાવી શક્તિસિંહ ગોહિલ હાય હાયના લગાવ્યા અને માથે ફળિયા ઓઢી માતમ મનાવ્યું હતું.

રાજકોટમાં ટંકારા બેઠકની ટિકિટને લઈને ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ આ ટિકિટ લલિત કગથરાને આપી હતી. જેથી મહેશ રાજકોટીયાને ટિકિટ ન મળતા તેના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. હાર્દિક પટેલ પડધરી પાસે લલિત કથગરાના ભાઈના ફાર્મમાં રોકાયો છે. ત્યાં હાર્દિકને મળવા પાસના કાર્યકરો પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપમાંથી કેટલાક બ્રહ્મસમાજના લોકોની ટિકિટ કપાઈ જતાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્રારા બ્રહ્મસમાજના લોકોને સાઈડલાઈન કરનારાઓને સબક શીખવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જામનગર દક્ષિણ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા વસુબહેન ત્રિવેદીની ટિકિટ કપાવાની સંભાવના છે. પાર્ટી દ્વારા બે યાદી જાહેર કર્યા બાદ પણ જામનગર દક્ષિણ બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી.. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના હોદેદારોએ જામનગરમાં એક બેઠક યોજી હતી અને બ્રહ્મસમાજના નેતાઓની ટિકિટ કાપનારાઓ સામે કામ કરવાની જાહેરાત કરી હતી.

 

પાસ કોર કમિટિમાં રોષ જોઈને કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલે કહ્યું કે આ બાબતનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ. અને કોંગ્રેસ સકારાત્ક દિશામાં આગળ વધી રહી છે. પાટીદારોની લાગણી હાઈકમાન્ડ સાંભળીને ચર્ચા વિચારણા કરીને ઉકેલ લાવશે.

તો કોંગ્રેસે ઉમદાવરોની પહેલી યાદી જાહેર કરી તેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના ત્રણ સભ્યોને ટિકિટ ફાળવતાં જ પાસ અને કોંગ્રેસ વચ્ચે ભંગાણ સર્જાયું. જેમાં સુરત કોંગ્રેસ કાર્યાલય પર પાટીદારોએ હંગામો મચાવ્યો. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ કામરેજના ઉમેદવારની ઓફિસમાં પાસ કાર્યકરોએ તોડફોડ કરી હતી. નિલેષ કુંભાણીનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ આ રીતે તોડફોડ કરાઇ હતી. જૂનાગઢમાં કોંગ્રેસે અમિત ઠુમ્મરને ટિકિટ અપાયા બાદ વિનુ અમીપરા સહિત આગેવાનો ધરણા પર બેઠા હતા. ભાવનગર પશ્વિમ વિધાનસભા બેઠક પર દિલીપસિંહ ગોહિલને કોંગ્રેસે ટિકિટ આપતાં કોંગ્રેસ અને પાસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો.. તો મોરબીમાં ચક્કાજામ કરીને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં પાસ કાર્યકરોને ટિકિટ ફાળવણી મુદ્દે થયેલી માથાકૂટ બાદ કોંગ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે પાસ સાથે જે પણ ગેરસમજ હશે તે દૂર કરવામા આવશે. આ સાથે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસ સંવાદની રાજનીતિમાં માને છે.

Related posts

હર ઘર તિરંગા/ સી.આર પાટીલે અમદાવાદથી કરાવ્યો તિરંગા અભિયાનનો પ્રારંભ, ૪૨૧ ફૂટ લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે રેલીમાં સામેલ થયા બાળકો

Bansari Gohel

વરસાદનું એલર્ટ/ આ રાજ્યોમાં સાંચવીને રહે લોકો, વરસાદ વિનાશ વેરશે; IMDએ જારી કરી ચેતવણી

Damini Patel

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel
GSTV