GSTV

વિજય માલ્યા 3 પત્નીઓ અને સંતાનોની આવક પર કરે છે જલસા, જાણો શું છે પરિવારની આવક

શરાબનો કારોબાર ધરાવનાર અને યુબી ગ્રુપના પુર્વ ચેરમેન વિજય માલ્યાએ લંડનની અદાલતમાં જણાવ્યું કે તે આર્થીક રીતે ખુબ તકલીફમાં છે. પરીવારના લોકોના ટેકાના સહારે તે અત્યારે ટકી રહ્યા છે. જેમાં તેણે તેની પત્નિથી લઇ દિકરીના નામ સુધીનો ઉલ્લેખ કર્યો છે. જાણીએ વિજય માલ્યાના પરીવાર વિશે તથા કોણે તેને મદદ કરી તેના વિશે. વિજય માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા કર્ણાટકના મોટા ઉદ્યોગપતિ હતા. તેમણે અનેક બિઝનેસ શરુ કર્યા અને તેમાં સફળતા મેળવી.પછી તેઓ યુનાઇટેડ બ્રેવરીઝમાં ભાગીદાર બન્યા. ત્યાર બાદ અમુક વર્ષો પછી તે પોતાના કંપનીના પહેલા ડીરેક્ટર બન્યા અને કંપનીના કંન્ટ્રોલિંગ શેર પોતાના નામે કરી નાખ્યા, જેમાં દેશના શરાબ કારોબાર પર વિઠ્ઠલ માલ્યાનું વર્ચસ્વ થઇ ગયું. જોકે, વારસામાં મળેલા આ કારોબારને વિજયે ખુબ ઝડપથી આગળ વધાર્યો. આ વિજય માલ્યાની માતા લલિતા રમૈયા છે. તે લંડનમાં જ પોતાના દિકરાના બંગલામાં રહે છે. તેઓ વારંવાર તેમના પૌત્રો અને પુત્રની ત્રીજી પત્નિ પિંકી લાલવાણી સાથે જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે લલિતા ભારતમાં ઘણી સંપત્તિ ધરાવે છે.

વિજય માલ્યાની પ્રથમ પત્નિ સમીરા તૈય્યબજી

લંડનના બેંકોમાં તેમની પાસે પર્યાપ્ત ધન પણ છે. વિજય માલ્યાની પ્રથમ પત્નિ સમીરા તૈય્યબજી છે. સમીરા એર ઇન્ડિયામાં એરહોસ્ટેસ હતી. તેઓ સામાન્ય રીતે વિદેશી ફ્લાઇટ્સમાં હતા.એક વાર વિજય માલ્યા એર એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે તેની મુલાકાત સમીરા સાથે થઇ.પહેલી મુલાકાતમાં જ બંને નજીક આવ્યા અને 1986માં લગ્ન કરી લીધા.આ લગ્નથી પિતા વિઠ્ઠલ માલ્યા ખુશ ન હતા. આ તેમની પહેલી પત્નિ સમીરા છે. આ લગ્ન વધુ ન ટક્યા, આ લગ્નથી તેમને એક દિકરો સીધ્ધાર્થ થયો. જે હવે તેનો કારોબાર સંભાળે છે.

સ્કૂલ ગર્લફ્રેન્ડ રેખા સાથે કર્યા હતા બીજા લગ્ન

માનવામાં આવે છે કે સિધ્ધાર્થ પાસે પોતાની અમુક કંપનીઓ છે જે બ્રીટન અને તેની બહાર પણ છે. સિદ્ધાર્થ લંડનમાં પિતાથી અલગ બંગલામાં રહે છે. છૂટાછેડા પછી સમીરાએ લગ્ન ન કર્યા અને તે હાલ ભારતમાં રહે છે. કેટલાક સમય બાદ વિજય માલ્યા તેની સ્કુલની ગર્લફ્રેન્ડ રેખાને મળ્યા. તેઓ શાળાના દિવસોમાં તેમની નજીક હતા. તેઓ તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પિતાએ આ સંબંધને સ્વીકારી ન હતો. વિજયથી દૂર થયા પછી રેખાએ બે લગ્નો કર્યા. પ્રથમ લગ્ન કોફી પ્લાનન્ટેશન કોરોબારી પ્રતાવ ચેત્તીઆપ્પા સાથે કર્યા.જેનાથી તેમને દિકરી સ્ટેલા આવી. જે રોડ અકસ્માતમાં મૃત્યુ પામી હતી.તેમના બીજા લગ્ન  શીહિદ મેહમુદ સાથે થયા, શાહિદ પણ બીઝનેસમેન હતો. રેખાને બીજા લગ્નથી પુત્ર અને પુત્રી હતા. આ લગ્નથી થયેલી પુત્રી વિજય માલ્યાએ એડોપ્ટ કરી છે.

પિંકી લાલવાણીનું જીવન પણ એશઆરામમાં વીતે છે

વિજય માલ્યા અને રેખાને બે દિકરી  થઇ. તેમનો પોતાનો કારોબાર છે. વિજય માલ્યાએ કોર્ટમાં આજ પુત્રીઓ વિશે વાત કરી હતી. જે તેમને નાણાકીય સહાય આપે છે. રેખા એને વિજયના છૂટાછેડા થયા. પરંતુ બંને ઘણાવાર મળે છે. રેખા સામાન્યરીતે શાંત એને લો પ્રોફાઇલ જીવન જીવે છે.પરંતુ એવુ મનાઇ છે કે છૂટાછેડાની અવેજમા તેમને અમુક મિલકત અને રૂપિયા માલ્યા તરફથી મળ્યા છે. હવે પિંકી લાલવાણી તેના જીવનમાં છે જેને લંડનની કોર્ટમાં માલ્યાના વકિલે તેમની  ઓળખ માલ્યાના પત્નિ તરીકે આપી હતી. પિંકી કિંગ ફિશરમાં એરહોસ્ટેસ તરીકે આવી હતી પણ પછીથી તેણે માલ્યા સાથે લગ્ન કરી લીધા.લંડનમાં તે આલીશાન કિલેનુમા મકાનમાં રહે છે. પિંકી ઘણી કંપનીઓની ડાયરેક્ટર અને ભાગીદાર છે. લંડના કોર્ટમાં પીંકીના કમાણી વર્ષે 1.35 કરોડ બતાવામાં આવી છે. 

Related posts

Bell Bottom માટે કોને લારા દત્તાને આપ્યો ઇન્દિરા લૂક, આ મેકઅપ આર્ટિસ્ટને જાય છે ક્રેડિટ

Pritesh Mehta

મોટી મુસીબત/ હની સિંહની પત્ની શાલિનીએ ઘરેલુ હિંસામાં રેપર પાસે માંગ્યું આટલા કરોડનું વળતર

Damini Patel

PHOTO : બ્રાલેટ ટોપમાં માનુષી છિલ્લરે કરાવ્યો ફોટોશૂટ, વાયરલ થઈ રહી છે તેની આ તસ્વીરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!