GSTV
Home » News » જાણીતા ગઝલકાર જલન માતરીનું નિધન, વતનમાં અપાઇ માનભેર વિદાય

જાણીતા ગઝલકાર જલન માતરીનું નિધન, વતનમાં અપાઇ માનભેર વિદાય

જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરી જન્નત નશીન થયા છે. તેમના વતન માતરમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમનો જનાજો આ વિસ્તારની એક મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી માતર લઈ જઈ બાકીની અંતિમવિધિ કરવામાં આવી. અને માનભેર વિદાય આપવામાં આવી.

જલન માતરીની વિદાયથી માતર જ નહીં ગુજરાત અને દેશના કવિઓ તથા ગઝલપ્રેમીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જલન માતરીનો જન્મ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ જલાલુદ્દીન સઆઉદ્દીન અલવી હતું. માતર પ્રત્યેના પ્રેમને પ્રેરાઈ તેમણે પોતાનું તખલ્લુસ ‘જલાન માતરી’ રાખ્યું હતું.

‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?’ કુરઆનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી આ ગઝલને ગુજરાતી સાહિત્યની અમર ગઝલો પૈકીની એક ગણવામાં આવે છે. જાણીતા શાયર શયદાથી લઈ જલન માતરીના સમયગાળામાં યોજાતા મુશાયરાઓના સમયગાળાને ગુજરાતી મુશાયરાઓનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. તેમની ગઝલના શેરો માત્ર કોઈ એક વિષયને જકડી ન રાખતા.

દરેક શેરનો ભાવ બદલતો રહેલો એ જલન સાહેબની ગઝલોની ખાસિયત હતી. એક શેરમાં ત્રીજા ઇશ્વરની વાત, બીજા શેરમાં જામ-સુરાહીની વાત તો પછીના શેરમાં પ્રેમની વાત અને બાદમાં વિરહની વાત તેમના શેરમાં આવતી રહેતી. ગઝલમાં ક્યારેક ઉન્નત અર્થ સુધી લઈ જવી તો ક્યારેક ઉંડાણવાળા અર્થ સુધી લઈ જવામાં તેઓ માહેર હતા.

જો કે તેમની મોટાભાગની ગઝલોમાં ઇશ્વર-ખુદા સાથેની તકરારોની વાત વધુ રહેતી. તેમની દરેક ધર્મ અને ઉર્દૂ-ગુજરાતી સાહિત્ય પરની સમજ અને સર્જનક્ષમતાના વખાણ શૂન્ય પાલનપુરી, અને લાભશંકર ઠાકર સહિતના દિગ્ગજો કરી ચૂક્યા છે.

વર્ષ ૧૯૯૨માં તેઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. માત્ર પોતાની ગઝલ, કવિતાઓ કે મુક્તકો જ નહીં તેમણે ગુજરાતના કેટલાંક જાણીતા ગઝલકારોના જીવચરિત્રો પણ લખ્યા હતા. જલન માતરીને વર્ષ ૨૦૧૬માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઊર્મિની ઓળખ, તપિશ, ઉઘડી આંખ બપોરે રણમાં નામે તેમનું જીવનચરિત્ર પણ પ્રકાશિત થયુ હતુ.

Related posts

ધોરણ 10નું કુલ 66.97 ટકા પરિણામ, અમદાવાદમાં એ-વન ગ્રેડમાં આટલા વિદ્યાર્થીઓ

Arohi

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!