GSTV
Home » News » જસ્ટિસ કે.એમ.જોસેફની વરિષ્ઠતાના મામલાને કેન્દ્ર સરકારે આપ્યો રદિયો

જસ્ટિસ કે.એમ.જોસેફની વરિષ્ઠતાના મામલાને કેન્દ્ર સરકારે આપ્યો રદિયો

વરિષ્ઠ ન્યાયાધીશોએ જસ્ટિસ કે.એમ.જોસેફની સિનિયોરિટી ઘટાડવાના મામલે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર પોતાના વલણ પર યથાવત છે. જેથી શપથગ્રહણ સમારંભ પૂર્વનિર્ધારીત ક્રમાંક આધારે ન્યાયાધીશોની શપથવિધિ સાથે સંપન્ન થશે. આ મામલામાં સોમવારે ઘણાં વરિષ્ઠ ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા સાથે મુલાકાત કરી હતી. વરિષ્ઠ ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાએ આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવાનો ભરોસો પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની નિમણૂકના મામલામાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે.એમ.જોસેફની વરિષ્ઠતાનો ક્રમાંક ત્રીજો રાખવામાં આવ્યો છે. તેને કારણે વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા વાંધો વ્યક્ત થઈ રહ્યો છે. આ મામલામાં કેન્દ્ર સરકારના સૂત્રો પ્રમાણે વરિષ્ઠતા નિર્ધારીત કરવા માટેનો માપદંડ ત્રણેય ન્યાયાધીશોમાંથી પહેલા હાઈકોર્ટના ન્યાયાધીશ કોણ બન્યા તેને રાખવામાં આવ્યો છે.

આમા ત્રણેય ન્યાયાધીશોમાંથી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ પહેલા બન્યું તેને વરિષ્ઠતાનો આધાર રાખવામાં આવ્યો નથી. જસ્ટિસ ઈન્દિરા બેનર્જી પાંચમી ફેબ્રુઆરી, 2002, જસ્ટિસ વિનીત સરન 14મી ફેબ્રુઆરી-2002 અને જસ્ટિસ કે.એમ.જોસેફ 14 ઓક્ટોબર-2004ના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. જસ્ટિસ કે.એમ.જોસેફની વરિષ્ઠતાનો મામલો લોકસભામાં પણ ઉઠ્યો હતો.

Related posts

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel

રાજ્યસભામાં જશે પ્રિયંકા ગાંધી ! છત્તીસગઢથી ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહી છે કોંગ્રેસ

Mansi Patel

અમદાવાદી ટ્રમ્પને જોવા પણ નહીં જઈ શકે : રોડ શો જોવા પણ જોઈશે ઓળખકાર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!