GSTV

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના બે કાર્યકર્તાઓની હત્યા, સ્થિતિ તણાવપૂર્ણ, પોલીસે લગાવ્યો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીત પરિહારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના નેતા અને તેમના ભાઈની હત્યા બાદ પોલીસે કિશ્તવાડમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. એક અજાણ્યા હુમલાખારો ભાજપના નેતા અનિલ પરિહાર પર ગોળીઓ વરસાવી હતી અને તેમાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે અનિલ પરિહારના ભાઈ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. ગોળી વાગવાથી અજીત પરિહાર ગંભીરપણે ઘાયલ થયા હતા. તેમનું પણ થોડા સમયમાં મોત નીપજ્યું હતું.

હુમલાની જાણકારી મળતા જ જમ્મુ-કાશ્મીર પોલીસની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચીને ડબલ મર્ડર મામલે તપાસ શરૂ કરી હતી. જો કે પ્રારંભિક અહેવાલ મુજબ હુમલાખોરની ઓળખ થઈ શકી નથી. ભાજપના પ્રદેશ મહાસચિવ અશોક કૌલે જણાવ્યુ છે કે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને ભાજપના બે કાર્યકર્તાઓની હત્યા કરી છે. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ સચિવ અને તેમના ભાઈની હત્યાના અહેવાલો પ્રસરવાની સાથે જ કિશ્તવાડ જિલ્લામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હત્યા બાદ કિશ્તવાડમાં હિંસા ફેલાઈ હતી. આક્રોશિત લોકોની ભીડે સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.

કિશ્તવાડમાં કોમી તણાવ પર કાબુ મેળવવા માટે વહીવટી તંત્રે સુરક્ષાકર્મીઓની તેનાતી કરી છે. હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પરિહાર બંધુઓની હત્યા પર દુખ વ્યક્ત કરતા કહ્યુ છે કે તેઓ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દર રાણાએ પરિહાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યુ છે કે આતંકવાદીઓએ ગુરુવારે રાત્રે આઠ વાગ્યે ભાજપના બંને કાર્યકર્તાઓની ગોળી મારી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બંને ભાઈઓના મોત નીપજ્યા હતા.

અધિકારીઓ મુજબ અનિલ અને અજીત પરિહાર કિશ્તવાડ ખાતેની પોતાની દુકાનેથી પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફરી રહ્યા હતા. તે વખતે તેમને નજીકથી ગોળી મારવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોર બંને ભાઈઓના ઘર તરફ પાછા ફરવાની રાહ જોઈને હુમલો કરવાની તાકમાં હતા. હુમલાખોરોએ બંને ભાઈઓ પર ગોળીબાર કરવા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો.

Related posts

કોરોના ઈફેક્ટ: દેશમાં લોકડાઉનનાં કારણે 91 શહેરમાં હવાનાં પ્રદૂષણમાં ઘટાડો, ગંગા નદીનું પાણી પણ થયું શુદ્ધ

pratik shah

ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી 35 લોકો ફરાર થઈ ગયા, 6 લોકો પાછા પણ ફર્યા અને…

Arohi

દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડશે, નવી ટેકનોલોજી Coronaથી બચાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!