GSTV
Gujarat Government Advertisement

જમ્મુ-કાશ્મીરમાં નવો વટહુકમ, સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ થશે 5 વર્ષની સજા

Last Updated on October 27, 2017 by

જમ્મુ-કાશ્મીરમાં પ્રદર્શનોને કારણે થનારા નુકસાન બદલ હવે પાંચ વર્ષની જેલની સજા થશે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન. એન. વોહરાએ મહબૂબા મુફ્તિની સકારના વટહુકમને મંજૂરી આપી છે. આ વટહુકમ છ માસ સુધી અમલી રહેશે. જો જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર આના પર કોઈ કાયદો બનાવવા ઈચ્છતી હશે. તો તેમણે ખરડો લાવીને રાજ્યની વિધાનસભામાં તેને મંજૂર કરાવવો પડશે.

જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર થતા હિંસક પ્રદર્શનો દરમિયાન જાહેર સંપત્તિને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. હવે જમ્મુ-કાશ્મીરની સરકાર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવાની છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન. એન. વોહરાએ રાજ્ય સરકારના વટહુકમને મંજૂરી આપી છે. આ વટહુકમ પ્રમાણે હડતાલ અથવા દેખાવો દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ પ્રદર્શનકારીઓ પાસેથી કરવામાં આવશે. એક સત્તાવાર પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે દેખાવકારોને દંડની સાથે પાંચ વર્ષની સજાની પણ વટહુકમમાં જોગવાઈ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પબ્લિક પ્રોપર્ટી પ્રિવેન્શન ઓફ ડેમેજ અમેન્ડમેન્ટ ઓર્ડિનેન્સ 2017 હેઠલ જાહેર સંપત્તિને નુકસાન સાથે જોડાયેલા કાયદાઓમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વટહુકમ તાત્કિલક અસરથી લાગુ થઈ ચુક્યો છે. સત્તાવાર નિવેદન મુજબ કહેવામાં આવ્યું છે કે આ વટહુકમ વ્યક્તિઓ-સંગઠનની જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાનની ગતિવિધિઓને રોકશે અથવા તો તેને હતોત્સાહિત કરશે.

આ વટહુકમના બે ઉદેશ્યો છે. પહેલો ઉદેશ્ય જાહેર અથવા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારને સજા આપવાનો અને બીજો ઉદેશ્ય આવા ગુના માટે ઉશ્કેરણી કરનારને સીધા જવાબદાર ઠેરવવાનો છે. બંધ, હડતાલ, દેખાવો અથવા કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન દરમિયાન જો જાહેર અથવા તો ખાનગી સંપત્તિને નુકસાન પહોંચશે. તો બંધ અથવા દેખાવોની હાકલ કરનારને બેથી પાંચ વર્ષની સજા થઈ શકશે. તેના સિવાય તેમના ઉપર મિલ્કતોને પહોંચેલા નુકસાની બદલ બજાર મૂલ્ય પ્રમાણે દંડ પણ લગાવવામાં આવશે.

આ પહેલાની કાયદાકીય જોગવાઈઓમાં ખાનગી સંપત્તિને નુકસાનની સ્થિતિમાં કાર્યવાહીની જોગવાઈ ન હતી. પરંતુ વટહુકમમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. જૂનો કાયદો માત્ર સરકાર સંપત્તિ અથવા સરકારી સંસ્થાની માલિકી હકવાળી મિલ્કતોના નુકસાન પર લાગુ થતો હતો.

જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટના એક નિર્દેશને લાગુ કરવા માટે જૂના કાયદામાં સંશોધન કર્યું હોવાનું પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકારના પ્રવક્તાએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે રી-ડિસ્ટ્રક્શન ઓફ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ વિરુદ્ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ એન્ડ અધર્સ- 2009ના કેસમાં મિલ્કતોને થયેલા નુકસાન સાથે જોડાયેલા કાયદામાં સંશોધનનો નિર્દેશ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું નથી. તેથી મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિની ભલામણ પર રાજ્યપાલે જમ્મુ-કાશ્મીરના બંધારણની કલમ-91 હેઠળ વટહુકમને લાગુ કર્યો છે.

 

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!