GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જમ્મુ-કાશ્મીરના બડગામમાં બે આતંકવાદીઓ ઠાર, આતંકીઓ પાકિસ્તાની નાગરિક હોવાના અહેવાલ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. બડગામમાં સવારે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હોવાના પ્રાથમિક અહેવાલ છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના બુજગૂ એરિજલમાં એક મકાનમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સના આધારે સુરક્ષાદળોએ ગત રાત્રે જ સ્થાનિક પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર થયા હતા. તાજેતરમાં બડગામ અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓની હલચલ વધી છે. તેના કારણે સુરક્ષાદળો દ્વારા અખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં મંગળવારે ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મૌલાના મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદર સહીત બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અધિકારીઓ પ્રમાણે. ત્રાલ એન્કાઉન્ટર બાદ એમ-4 કાર્બાઈન જપ્ત કરવામાં આવી હતી. આ એમ-4 કાર્બાઈનનો ઉપયોગ સુરક્ષાદળો પરના સ્નાઈપર એટેક માટે ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આતંકવાદી ઉસ્માન હૈદર સિવાયના આતંકીની ઓળખ શૌકત અહમદ ખાન તરીકે થઈ હતી. સોપોરમાં આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ગત શુક્રવારે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આના પહેલા કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોએ બે અલગ-અલગ અથડામણોમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જો કે નૌગામમાં શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓ દ્વારા સીઆઈએસએફના જવાનો પર ગ્રેનેડ એટેક થયો હતો અને તેમા એએસઆઈ રાજેશ કુમાર શહીદ થયા હતા.

Related posts

સરહદ પર તણાવ વચ્ચે PM મોદીની રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ સાથે યોજાઈ મહત્વની મુલાકાત

pratik shah

મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપથી સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર, 7074 નવા કેસ સાથે 295નાં મોત

Mansi Patel

આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા મહેરબાન: ભારે વરસાદથી ભરાયા ઠેરઠેર પાણી, પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!