GSTV
Home » News » જમ્મુમાં જમીન વિવાદ પર ફારૂક અબ્દુલ્લાએ રાજ્યમાં રાજ્યપાલ શાસનની કરી માંગ

જમ્મુમાં જમીન વિવાદ પર ફારૂક અબ્દુલ્લાએ રાજ્યમાં રાજ્યપાલ શાસનની કરી માંગ

જમ્મુમાં જમીન વિવાદ પર ભાજપના નેતાઓની કથિત સંડોવણી મામલે મહબૂબા મુફ્તિની સરકારના મૌન સામે નેશનલ કોન્ફરન્સના સુપ્રીમ લીડર ફારુક અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ રાજ્યમાં તાત્કાલિક રાજ્યપાલ શાસન લગાવવાની માગણી કરી છે.

નેશનલ કોન્ફરન્સના સંરક્ષક અને શ્રીનગરથી લોકસભાના સાંસદ ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે તેમની પાર્ટી ક્યારેય રાજ્યપાલ શાસનને પ્રોત્સાહીત કરવાનું વલણ દાખવતી નથી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં વધતી અશાંતિ પર કાબુ મેળવવાનો આ એકમાત્ર રસ્તો લાગી રહ્યો છે.

ફારુક અબ્દુલ્લાનો દાવો છે કે પીડીપી-ભાજપની જમ્મુ-કાશ્મીર ખાતેની ગઠબંધન સરકારના શાસનમાં રાજ્યમાં ઝડપથી અરાજકતામાં વધારો થઈ રહ્યો છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે તેમને લાગે છે કે રાજ્યપાલ માટે આ યોગ્ય સમય છે કે તેઓ શાસન પોતાના હાથમાં લઈ લે. વિધાનસભાને સસ્પેન્ડ કરવામાં આવે અને જમ્મુ-કાશ્મીરમાં લોકોને લોકશાહીનો આનંદ લેવા દેવામાં આવે. ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર નિર્મલસિંહ અને નાયબ મુખ્યપ્રધાન કવિન્દ્ર ગુપ્તા સહીતના ટોચના ભાજપના નેતાઓ દ્વારા જમ્મુના નગરોટામાં સેનાના ડેપોની નજીક એક કંપની મારફત જમીન ખરીદવાને લઈને વિવાદને પણ ટાંક્યો છે. ફારુક અબ્દુલ્લાએ સવાલ કર્યો છે કે આ મામલે જમ્મુ-કાશ્મીર સરકાર મૌન કેમ છે?”

Related posts

19 તારીખે થશે વેસ્ટઈન્ડીઝના પ્રવાસે જનારી ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી શકે છે મોકો

Nilesh Jethva

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah

ચીને ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો શું? નવા દલાઈ લામાની નિમણુંક મામલે ભારત-ચીન આમને-સામને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!