GSTV

જન વિકલ્પના સહારે શું શંકરસિંહ વાઘેલા કિંગ મેકર સાબિત થઈ શકશે?

Last Updated on September 19, 2017 by

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી હતી, ત્યારે રાજકારણમાં સક્રિય રહેવાની વાત કહી હતી. તેની સાથે 2017ની વિધાનસભાનીચૂંટણીમાં ગુજરાતમાં કિંગમેકરની ભૂમિકા ભજવવાનો પણ શંકરસિંહ વાઘેલા નિર્ધાર કરી ચૂક્યા છે. તેમણે જન વિકલ્પ મોરચાને સમર્થન જાહેર કર્યું છે. પરંતુ શું શંકરસિંહ વાઘેલાનો રાજકીય પ્રભાવ હજી પણ એટલો સાબૂત છે કે જનતા તેમને કિંગમેકર તરીકેની ભૂમિકા ગુજરાતના આગામી રાજકારણમાં સોંપશે?

બાપુએ ભાજપને બાય બાય કરી રાજપાની સ્થાન કરેલી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા શંકરસિંહ વાઘેલાએ 28 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ ભાજપને 1995-96માં બાય-બાય કર્યું હતું. બે દાયકાથી વધુ લાંબો સમય જોડાયેલા રહ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ પોતાના 77મા જન્મદિવસે કોંગ્રેસને પણ આવજો કહ્યું હતું. વાઘેલાએ રાજકારણમાં સક્રિય રહેવાની મનસા સાથે જનવિકલ્પ નામના નવા મોરચાને ટેકો આપવાનું એલાન કર્યું છે. મહત્વપૂર્ણ છે કે તેમણે ભાજપ છોડયા બાદ 1996માં રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી અને બાદમાં 1999માં રાજપાનું કોંગ્રેસમાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.

બે માસ પહેલા કોંગ્રેસ છોડી હતી બાપુએ

ગુજરાતની રાજનીતિના કદ્દાવર નેતા શંકરસિંહ વાઘેલાએ બે માસ પહેલા કોંગ્રેસ છોડી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે પોતાના વેવાઈ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બલવંતસિંહ રાજપૂતને ટેકો આપ્યો હતો. પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા અહમદ પટેલની સામે બલવંતસિંહ રાજપૂત જીતી શક્યા નહીં. હવે પોતાના વેવાઈની હારનો બદલો લેવા માટે આતુર શંકરસિંહ વાઘેલા 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકામાં આવવા માંગે છે.

જન વિકલ્પમાં નવો ચહેરો કોણ?

જનતાની સમસ્યાઓને લઈને વાઘેલા સતત ભાજપ અને કોંગ્રેસને નિશાને લેતા રહ્યાં છે. પરંતુ ગુજરાતની રાજનીતિના જાણકારોનું માનવું છેકે રાજ્યમાં ભાજપ 22 વર્ષની એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં એન્ટિ-ઈન્કમ્બન્સી વોટ કોંગ્રેસની તરફેણમાં જાય તો 2015ના પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી જેવા પરિણામોનું પુનરાવર્તન થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ત્રીજા વિકલ્પની કોશિશોની પાછળ એન્ટિ-ઈન્કમ્બન્સી વોટનો ફાયદો કોંગ્રેસને મળે નહીં તેની કોઈ રાજકીય ગણતરી કામ કરી રહી હોવાનું પણ રાજકીય બાબતોના જાણકારો નકારી રહ્યા નથી. શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવાના નથી અને તેવા સંજોગોમાં જનતા વિકલ્પ મોરચાની અંદર કોઈ ચહેરો હજી સામે આવ્યો નથી. આવા સંજોગોમાં શું ચહેરા વગરનો મોરચો શંકરસિંહ વાઘેલાને કિંગમેકર બનાવી શકશે કે આનો રાજકીય ફાયદો ભાજપના ખાતામાં જ જવાનો છે?

 2002ની ચૂંટણીમાં મોદી લહેર છતાં બાપુ જીત્યાં

શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિમાં એક એવા નેતા રહ્યા છે કે જેમને ક્યારેય પોતાની જીત માટે પાર્ટીના બેનરની દરકાર રહી નથી.
1998ની વિધાનસભાની ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યો ચૂંટાયા હતા. તો 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદી લહેર છતાં કોંગ્રેસને ઘણાં વોટ શંકરસિંહ વાઘેલાના પ્રભાવના ચૂંટણી ગણિતને કારણે મળ્યા હતા. પરંતુ 2017માં શંકરસિંહ વાઘેલા સામે સૌથી મોટો સવાલ તેમની પોતાની રાજકીય વિશ્વસનીયતાનો છે. પોતાનો વોટ અહમદ પટેલને આપવાની તેમણે વાત કરી હતી. પણ રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે વોટ બલવંતસિંહ રાજપૂતને આપ્યો હતો.

Related posts

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!