GSTV
Home » News » છોટા ઉદેપુર: બોડેલી-વડોદરા હાઈવે પર હીટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત

છોટા ઉદેપુર: બોડેલી-વડોદરા હાઈવે પર હીટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત

છોટા ઉદેપુરમાં બોડેલી-વડોદરા હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાત્રિના સમયે પૂરપાટ વેગે આવતી કારે બાઇકને અડફેટે લેતા જોજવા ગામના બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પરંતુ ઘટનાસ્થળથી પાંચ કિલોમીટર સુધી અકસ્માતગ્રસ્ત કાર ચાલ્યા બાદ કારનું ટાયર ફાટી જતા કારચાલક કારને ત્યાં જ મુકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં બોડેલી પોલીસે ગુનો નોંધી કારચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કાર ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ છોટાઉદેપુરના કોસીન્દ્રાના અંબુભાઇ પટેલના પુત્ર નિલેશ પટેલના નામે રજીસ્ટર થયેલી છે.

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

સુરત : આગને કાબૂમાં લેવા 4 કરોડ લિટર પાણી વપરાયું, બિલ્ડર પાસેથી એક કરોડનો ખર્ચ વસૂલાશે

Bansari

જામનગરમાં ગ્રાહકે પંજાબી ભોજન મંગાવતા જીવાત ફ્રીમાં આવી ગઈ, મેનેજરના આંખ આડા કાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!