GSTV
Home » News » છોટાઉદેપુરમાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ચકમક

છોટાઉદેપુરમાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ચકમક

આવતીકાલથી ગણેશ સ્થાપના થવાની છે. ત્યારે છોટાઉદેપુરમાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ચકમક સર્જાઈ હતી. ગણેશ મંડળના કાર્યકરોએ ગણેશની પ્રતિમાં પોલીસ મથકના દ્વારે મુકીને હંગામો મચાવ્યો હતો.

શિવસેના ગણેશ મંડળ અને ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડ્ળના સભ્યો ગણેશ પ્રતિમા ખરીદીને ડીજેના તાલે લઈ આવી રહ્યા હતા. તે સમયે પોલીસ અધિકારીએ ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યાનો કાર્યકરોએ આરોપ લગાવ્ય અને મંજૂરી હોવા છતાં ડીજે બંધ કરાવી દીધુ હતુ.

જેથી ઉશ્કેરાયેલા મિત્ર મંડળના કાર્યકરો ગણેશજીની બન્ને પ્રતિમાઓને પોલીસ મથકના પ્રવેશ દ્વાર પર જ મૂકી દીધી હતી. રાતના 12 વાગ્યા સુધી પોલીસ મથકે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી ડી.જે. અને ટ્રેકટર તેમના સ્થળે પોલીસ નહિ મોકલે ત્યાં સુધી પ્રતિમાઓને રહેવા દેશે તેમ નક્કી કર્યુ હતુ.

ત્રણ કલાક સુધી હોબાળા છતાં પોલીસ અધિકારીઓ આવ્યા ન હતા..અને રાત ભર ગણેશ પ્રતિમા પોલીસ સ્ટેશનના દ્વાર પાસ પડી રહી..

બીજી તરફ 3 કલાક સુધી પોલીસ મથકમાં ચાલેલા હોબાળાની વચ્ચે એક પણ પોલીસ અધિકારી પોલીસ મથકે આવ્યા ન હતાં અને છેવટે પ્રતિમાઓને પોલીસ મથકે જ મૂકી મંડળના સભ્યો જતાં રહ્યા હતાં.

Related posts

આ બિલ રાજ્યસભામાં પાસ થતા અલંગ શિપબ્રેકીંગ યાર્ડને મળશે નવો વેગ

Nilesh Jethva

ભૂતકાળમાં નિષ્ફળ રહેલી આ યોજના અમદાવાદ મહાનગરપાલિકા ફરી શરૂ કરશે

Nilesh Jethva

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!