GSTV
Home » News » ચોમાસાના બીજા તબક્કામાં 100 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી

ચોમાસાના બીજા તબક્કામાં 100 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી

ચાલુ મોનસૂનના પહેલા તબક્કામાં દેશમાં વરસાદ 3 ટકા ઓછો થયો છે. પરંતુ હવામાન વિભાગે મોનસૂના બીજા તબક્કામાં સામાન્ય એટલે કે સરેરાશ 100 ટકા વરસાદ થવાની આગાહી કરી છે. જો કે આમાં 8 ટકા વધારા કે ઘટાડાની સંભાવના રહેતી હોય છે.

મોનસૂનને ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે માસનો સમય બાકી છે. હવામાન વિભાગે કહ્યું છે કે લોન્ગ પિરિયડ એવરેજ મુજબ 94થી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય ગણાય છે. જ્યારે ઓગસ્ટમાં એલપીએ પ્રમાણે 99 ટકા વરસાદની સંભાવના છે.

મોનસૂનના પહેલા તબક્કામાં રાજસ્થાન, ગુજરાત, આસામ, ઈશાન ભારત, પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિ હતી. દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગમાં ઓછા વરસાદથી ચિંતાનું વાતાવરણ છવાયું છે.

જૂનમાં કહેવામાં આવ્યું હતું કે 98 ટકા વરસાદ થશે. ભારતીય હવામાન વિબાગના મહાનિદેશક કે. જે. રમેશે જૂન માસમાં કહ્યું હતું કે પેસિફિક મહાસાગરમાં પાણીના તાપમાનથી જોડાયેલા અલ-નિનોની અસર નબળી પડશે.

દેશમાં આ વર્ષે એલપીએ મુજબ 98 ટકા વરસાદ થશે. હિંદ મહાસાગરના તાપમાન સાથે જોડાયેલા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે આગામી બે માસ સારો વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો. મેધરાજાએ વિરામ બાદ ફરીથી અન્ટ્રી કરી છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાં આંશીક રાહત જણાઇ હતી. વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

Related posts

ટાટા મોટર્સની Altroz કાર થઈ લોન્ચ, આટલી ઓછી કિંમતથી શરૂ થયું બુકિંગ

Ankita Trada

DSP દેવેન્દ્ર સિંહનું મોઢું કોણ બંધ કરવા માગે છે?, રાહુલના મોદી સરકાર સામે ગંભીર આરોપો

Mansi Patel

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!