GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ચૈત્ર સુદ પૂનમે આખું ગામ થઇ જાય છે ખાલીખમ, જાણો શું છે ઈતિહાસ

ચૈત્ર સુદ પૂનમે રાજ્યભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં એક એવું ગામ છે કે જ્યાં આ દિવસે છવાઇ જાય છે ઘોર સન્નાટો. સમગ્ર ગામના લોકો ઢોરઢાંખર સહિત સવારથી જ નીકળી જાય છે ગામની બહાર. આની પાછળનું કારણ છે ગામને લાગેલો શાપ. શું છે આ શાપિત ગામનો શાપિત ઇતિહાસ.

આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એંગોલા ગામના કે જ્યાં દિવસે પણ ચકલું ન ફરકે તેવો છવાઇ જાય છે સન્નાટો. શાળા હોય કે ઘર, માનવી હોય કે ઢોર, નથી જોવા મળતી કોઇ ચહલ પહલ. અને આ સન્નાટાનું કારણ છે ગામને લાગેલો શાપ. ચૈત્ર સુદ પૂનમે એંગોલાના તમામ ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દોઢ કિલોમીટર દૂર આવેલા મહાકાળી માતાજીના મંદિરે જાય છે. અહીં આખો દિવસ હોમ હવન કરી આરાધના કરે છે. અહીં જ રસોઇ બનાવીને જમી લે છે અને સાંજે માતાજીની આરતી કર્યા બાદ જ ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે.

એવું મનાય છે કે વર્ષો પહેલા આ ગામ શાપિત હતું. સમગ્ર ગામમાં રોગચાળો પ્રસરતા જતે-દહાડે ગામના લોકોના મોત નિપજતા હતા. કોઈ મહાત્માના શાપને કારણે સમગ્ર ગામની આવી દશા થઇ હોવાનું મનાતું હતું. એવામાં અંદાજે 65 વર્ષ પહેલા ગામની બહાર માતાજીના મંદિરે શિવગિરી મહારાજ નામના મહાત્મા આવ્યા હતા. ગ્રામજનોની પીડા જોઇ તેમણે ચૈત્ર સુદ પૂનમે માતાજીના મંદિરે આવી પૂજા અને હવન કરવાનું જણાવ્યું. તે દિવસથી દર ચૈત્રી પૂનમે લોકો તેમના પરિવાર અને ઢોર ઢાંખર સહિત મંદિરે પહોંચી જાય છે. શાપના દોષને નિવારવા સમગ્ર એંગોલા ગામના લોકો એક દિવસ પૂરતું ગામ છોડી દે છે અને ગ્રામજનોનું માનવું છે કે વર્ષો જૂની પરંપરાનું પાલન તેઓ ચુસ્તપણે કરતા હોવાથી આજે એંગોલા ગામ સુખી અને સમૃદ્ધ છે.

Related posts

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

ખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા? જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ

Mansi Patel

ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ કારોબાર, ઝમાઝમ પૈસાનો થશે વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!