GSTV
Home » News » ચૂંટણી પંચે ભાજપને કહ્યું નમો ટીવી પર જે કંઈ ચલાવો એ અમને મોકલો ચેક કરવું છે

ચૂંટણી પંચે ભાજપને કહ્યું નમો ટીવી પર જે કંઈ ચલાવો એ અમને મોકલો ચેક કરવું છે

નમો ટીવી પર ચૂંટણી પંચે રોક લગાવ્યા બાદ ભાજપે નમો ટીવ પર પ્રસારિત કરવામાં આવતી સામગ્રી મંજૂરી માટે ચૂંટણી પંચને મોકલ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે ચૂંટણી પંચને એવુ પણ જણાવ્યુ છે કે મંજૂરી વગર બિન પ્રમાણિત સામગ્રી નમો ટીવી પર પ્રસારિત કરવામાં નહી આવે. આ પહેલા ચૂંટણી પંચે નમો ટીવી પર રાજકીય જાહેરાત હટાવવાની સૂચના આપી હતી.

ચૂંટણી પંચે નમો ટીવીની દેખરેખ માટે બે અધિકારીઓને પણ નિયુક્ત કર્યા છે. કોંગ્રેસે નમો ટીવી પર પ્રતિબંધ લગાવવા માટે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે આ મામલે એક રિપોર્ટ તૈયાર કરવાના આદેશ પણ આપ્યા હતા. જે બાદ ચૂંટણી પંચે નમો ટીવી વિરૂદ્ધ કાર્યવાહી કરતા નમો ટીવી પર રોક લગાવી હતી. ત્યારે હવે ટીવી પર પ્રસારિત કરવામાં આવતી તમામ જાહેરાત અને સામગ્રીને ચૂંટણી પંચમાં ખરાઈ માટે મોકલવામાં આવી રહ્યુ છે. ચૂંટણીની મંજૂરી બાદ ભાજપ દ્વારા નમો ટીવીમાં જાહેરાત અને સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ

Mayur

આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં

Mayur

રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!