GSTV
Home » News » ચૂંટણી પંચનો આદેશ : આ તારીખ સુધી ગુજરાતમાં બદલીઓ કરી દો, આપી છેલ્લી ડેડલાઇન

ચૂંટણી પંચનો આદેશ : આ તારીખ સુધી ગુજરાતમાં બદલીઓ કરી દો, આપી છેલ્લી ડેડલાઇન

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં કરવામાં આવશે. તેવું અનુમાન લગાવાતું હતુ. જે હવે સાચું પડી રહ્યું છે કેમ કે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સરકારને એટલે કે મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને સત્તાવાર રીતે એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં જણાવ્યું છે કે સનદી અધિકારીઓ સહિતના રાજ્યના વહીવટી તંત્રમાં જે કોઈ બદલી કરવાની હોય તેવી તમામ પ્રકારની બદલ્યો 28મી ફેબ્રુઆરી પહેલાં કરી લેવાની રહેશે ત્યાર પછી બદલીઓ થઇ શકશે નહીં. 

આ પત્રને પગલે હવે એ બાબત નિશ્ચિત થઈ ગઈ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત 25 ફેબ્રુઆરી પછી ગમે તે સમયે થઈ શકે છે. આ પત્રને પગલે હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાં બદલીઓનો દોર ચાલુ થઇ જશે.

Related posts

પીએમ બનવાની દોડાદોડીમાં સીએમ પણ ન રહ્યાં : આપી દેવું પડ્યું રાજીનામુ

Nilesh Jethva

મોદી અને અમિત શાહે લીધા અડવાણીના આશિર્વાદ, અડવાણીએ કહ્યું, ‘દિલથી શુભકામના’

Mayur

મમતાના ખાસ આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!