GSTV

ચૂંટણીમાં બે મહિના માંડ બાકી ત્યાં ભાજપમાં ભડકો, અસર સીધી ચૂંટણીના પરિણામો પર પડશે

Last Updated on October 10, 2017 by

ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. આનંદીબહેન પટેલે ૪થી ઓકટોબરે અમિત શાહને લખેલો પત્ર ૯મીએ કેવી રીતે લીક થયો એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

આનંદીબહેનનાં સમર્થકોના મતે અમિત શાહે પોતાના પુત્ર જય શાહનું પ્રકરણ દબાવવા માટે પત્ર લીક કરાવ્યો. કાલે પત્ર લીક થયા બાદ ગાંધીનગરમાં આવેલા આનંદીબહેનનાં બંગલે તેના સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા હતા. તેમજ ઘાટલોડીયામાંથી બહેનને જ ટિકિટ મળવી જોઈએ તેવી માંગણી સાથે કમલમ જવાનું હતું. પણ છેલ્લી ઘડીએ આનંદીબહેને બધાને સમજાવી લેતા મામલો શાંત થયો હતો.

જય અમિત શાહની કંપનીનું પ્રકરણ બહાર આવ્યું, તેમાં અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન મોદી પર પણ માછલા ધોવાનું શરૃ થયું છે. પારદર્શક અને ભ્રષ્ટાચારયુક્ત વહીવટની ગૂલબાંગો વચ્ચે જયની કંપનીનો રોકેટ ગતિથી વિકાસ થયો તે જાણીને સમગ્ર દેશ ચોંકી ઊઠયો છે. કાર્યકરો કહે છે કે, પાટીદારોનાં આંદોલન બાદ સરકારની નીતિને કારણે પાટીદારો ભાજપની વિરુદ્ધ થઇ ગયા હતા. પરંતુ હવે આનંદીબહેનને ફરીથી પક્ષમાંથી કાયમી માટે હાંકી કાઢવાની પેરવી થતાં મોટા ભાગના પાટીદારો ભાજપ વિરોધી થઇ જશે. જેની સીધી અસર ચૂંટણી પર થશે એ નિશ્ચિત છે.

 

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!