GSTV

ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં AMCએ પણ તાબડતોડ કરી આ કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી આ બેઠકમાં વિધાનસભાની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં શહેરના 918 કરોડના વિકાસના કામો મંજુર કરાયા હતા.

સ્થાઈ સમિતિની બેઠકમાં રોડ, રસ્તા અને ડ્રેનેજના કામો બાકી હોવાથી પૂર્ણ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ બે અઠવાડિયામાં 918 કરોડના કામો મંજુર થયા હોવાથી ચર્ચાએ વેગ પકડ્યો છે કે, ચૂંટણી પૂર્વે કોર્પોરેશનના સત્તાધીશોને કેમ વિકાસના કામો યાદ આવ્યાં છે.

રાજપથ કલબમાં ગેરકાયદે બાંધકામ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?

અમદાવાદના રાજપથ કલબમાં ગેરકાયદેસર બાંધકામને લઇને વિવાદ થયો છે. રાજપથ કલબમાં બાંધકામ કરાવ્યા બાદ અત્યાર સુધી બીયુ પરમીશન પણ નથી મળી. વર્ષ 2011 બાદ રાજપથ કલબનો સમાવેશ ઔડામાંથી કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે. કેટલાક મહિનાઓ પહેલા કલબમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ ઉપયોગમાં લેવાઇ રહ્યુ છે ત્યારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં અમારા ધ્યાનમાં આવ્યુ નથી. પરંતુ આ મુદ્દે અમે તપાસ કરાવીશું અને જો બાંધકામ ગેરકાયદેસર હશે તો સીલ કરવામાં આવશે.

Related posts

સંસ્કારી નગરીને પડ્યો 100 કરોડનો ફટકો, ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનારને રાતા પાણીએ આવ્યો રોવાનો વારો

pratik shah

BIG NEWS/ સ્કૂલ ફી મામલે સૌથી મોટો નિર્ણય, રૂપાણી સરકારે આટલા ટકા ફી કરી દીધી માફ, વાલીઓ માટે રાહતના સમાચાર

pratik shah

ભરતસિંહ સોલંકી/ તબિયતમાં સુધારો થતા આવતીકાલે આપવામાં આવશે રજા, 101 દિવસથી હતા સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!