GSTV
Home » News » ચીન માલદિવ ૫ર કબજો કરવા માગે છે : ભારત પાસે મદદ માગતા પૂર્વ રાષ્ટ્ર૫તિ

ચીન માલદિવ ૫ર કબજો કરવા માગે છે : ભારત પાસે મદદ માગતા પૂર્વ રાષ્ટ્ર૫તિ

માલદીવમા રાજકીય સંકટ વચ્ચે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મહંમદ નશીદે ભારત પાસે મદદ માગી છે. નશીદે કહ્યું કે, ભારતે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. માલદિવમાં સર્જાયેલી સ્થિતિ ભારત માટે ચિતાનો વિષય છે.

નશીદે વધુમાં કહ્યું કે માલદીવમાં ચીન કબજો કરવા માગે છે જેથી વધારે હસ્તક્ષેપ કરી રહ્યું છે. નશીદનું માનીએ તો ચીને માલદીવના 17 ટાપુઓ પર કબજો કર્યો છે. ચીન અહી 40 મિલિયન ડોલરના રોકાણ કરવાની વાત કરી રહ્યું છે. આ ઉપરાંત માલદીવમાં ઈસ્લામિક કટ્ટરતા વધી છે. માલદિવમાંથી અનેક યુવાનો સીરિયા અને ઈરાક ગયા હતા. જોકે આઈએસઆઈનો ખાત્મો થતા તેઓ માલદીવ પરત ફર્યા છે. અને હવે આ યુવાનો સેના, પોલીસ અને કસ્ટમમાં ભર્તી થઈ રહ્યા છે. હાલની સ્થિતિને જોતા નશીદે વધુમાં કહ્યું કે ભારતે માલદીવના ચીફ જસ્ટિસને મુક્ત કરાવવા આગળ આવવુ જોઈએ.

Related posts

ભારતના આ સ્થળે આજે પણ છે બ્રિટીશ સરકારનું રાજ, પરવાનગી વિના ચકલુંય ન ફરકી શકે

Bansari

ગેમ ઓફ થ્રોન્સે તોડ્યો 25 વર્ષ જુનો રેકોર્ડ, Emmy એવોર્ડમાં મળ્યા 32 નોમિનેશન

Path Shah

સોનભદ્ર નરસંહારઃ 90 વિઘા જમીન મામલો, જેમાં બે જૂથ અથડામણમાં થઈ ગયા લાશોના ઢગલા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!