GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ચીને ભારતને ધમકી આપી : ભારત માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો અમે ચુપ નહીં રહીએ

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ચીને શેખી મારવાની શરૂઆત કરી છે. ચીને ભારતને ધમકી આપતા કહ્યું કે ભારત માલદીવમા સૈન્ય હસ્તક્ષેપ કરશે તો અમે ચુપ નહીં બેસીએ.

અગાઉ પણ ચીને ભારતને માલદીવ મામલે હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી હતી. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીય લેખમાં આ પ્રકારની ધમકી આપવામાં આવી છે. માલેમાં અનધિકૃત સૈન્ય હસ્તક્ષેપ રોકવાના મથળા સાથે સંપાદકીય લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

માલેમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતે સંયમથી કામ કરવી જોઈએ. માલદીવ અત્યારે રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ માલદીનો આંતરીક મામલો છે. માલદીવમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપનો ચીન કડક શબ્દોમાં વિરોધ કરે છે. આટલુ જ નહીં ભારત માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો ચીન જરૂરી પગલા ભરવામાં પીછે હઠ નહીં કરે.

સંપાદકીય લેખમાં વધુમાં કહેવામાં આવ્યું થે કે કેટલાક ભારતીય માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી રહ્યા છે. જે આંતરાષ્ટ્રીય સંબંધોમાં ભારતને મોટુ નુકસાન પહોંચાડી શકે છે.

મહત્વનું છે કે અગાઉ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યુ હતુ કે ભારતે માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે મોહમ્મદ નશીદના નિવેદન બાદ ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Related posts

શું તમારે બ્લડ પ્રેશર અને વજન કરવું છે ઓછું, તો ખાનપાનમાં શામેલ કરો આ વસ્તુઓ

pratik shah

આવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં જો જીવલેણ સાબિત થશે આ બિમારી

Bansari

ડાયાબિટીસથી લઇને કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓ કંટ્રોલમાં રહેશે, આ કંદમૂળ ખાવાના છે ફાયદા જ ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!