GSTV
Home » News » ચીને ડોકલામ વિવાદ બાદ ફરીવાર ભારતમાં ઘુસણખોરી કરી, ચીની સૈનિકો સામાન મુકીને ભાગ્યા

ચીને ડોકલામ વિવાદ બાદ ફરીવાર ભારતમાં ઘુસણખોરી કરી, ચીની સૈનિકો સામાન મુકીને ભાગ્યા

ડોકલામ વિવાદ બાદ ફરીવાર ચીની સૈનિકોએ ભારતમાં ઘુસણખોરી કરી છે. ચીની સૈનિકો અરૂણાચલ પ્રદેશના તૂતિંગ વિસ્તારમાં એક કિલોમીટર સુધી અંદર આવી જતા ભારતીય સેનાએ ચીની સૈનિકોને ભગાડ્યા હતાં.

ભારતીય સેનાએ ચીની સૈનિકોને રોકતા તેઓ પોતાનો સામાન મુકીને ભાગવા મજબૂર બન્યા હતાં. આ ઘટના 28 ડિસેમ્બરની હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીની સૌનિકો  તૂતિંગમાં માર્ગ નિર્માણ કરવા માટેના તમામ સાધનો લઈને આવ્યા હતાં. જો કે ભારતીય સેનાની સતર્કતાના પગલે ચીને ખાલી હાથ પરત ફરવુ પડ્યું હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકોની સાથે અસૈન્ય દળના કર્મચારીઓ પણ હતા. ચીની સૈનિકોએ અહીં પોતાનો કેમ્પ બનાવવા કોશિશ કરી હતી અને એક દિવાલનું નિર્માણ પણ કર્યું હતું.

ચીનની ગતિવિધિ અંગે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ ભારતીય સેનાએ કાર્યવાહી કરતા ચીની સેનાને અરૂણાલ પ્રદેશમાંથી ભાગવુ પડ્યું હતું.

ડોકલામ વિવાદ વચ્ચે ચીને ફરીવાર ભારતીય સીમામાં ઘુસણખોરી કરી છે. એક અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે અરૂણાચલપ્રદેશ સરહદ પર ચીનની સેના ૨૦૦ મીટર અંદર ઘુસી ગઈ હતી. જો કે ભારતીય સેનાએ ચીની સૌનિકોને ત્યાં જ રોકી દીધા હતાં.

અગાઉ ચીની સેના ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સિંઆગ જિલ્લાના સરહદી ગામડામાં ઘુસી ગઈ હતી. મહત્વનું છે કે બે મહિનાથી વધારે ચાલેલા ડોકલામ વિવાદના કારણે ભારત અને ચીન વચ્ચના સંબધમાં કડવાશ આવી ગઈ હતી. ત્યારે ફરીવાર ચીની સેનાએ ભારતના સરહદી વિસ્તારમાં ઘુસણખોરી કરતા વિવાદ શરૂ થયો છે.

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!