GSTV
Home » News » ચીને કર્યુ મિસાઇલ પ્રતિરોધક પ્રણાલીનું ૫રીક્ષણ : કોણ છે લક્ષ્યાંક ?

ચીને કર્યુ મિસાઇલ પ્રતિરોધક પ્રણાલીનું ૫રીક્ષણ : કોણ છે લક્ષ્યાંક ?

ચીન દ્વારા વધુ એક મિસાઈલ પ્રતિરોધક પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે આના સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે આ પગલું ચીનની સુરક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે અને આ પરીક્ષણ કોઈપણ દેશને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યું નથી. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિરીક્ષણમાં શરૂ થયેલી મહત્વકાંક્ષી અધુનિકીકરણની યોજનાના તમામ પ્રકારની મિસાઈલો પર સંશોધનનું કામ ઝડપી બનાવાયું છે. જેમાં અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટથી લઈને અત્યાધુનિક પરમાણુ બેલેસ્ટિક મિસાઈલોનો સમાવેશ થાય છે.

ચીનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચીનની સીમાઓની અંદર જમીનથી મિડકોર્સ મિસાઈલ પ્રતિરોધક તકનીકનું પરીક્ષણ સોમવારે કરાયું હતું. આ પરીક્ષણમાં  પોતાના સંભવિત લક્ષ્ય સુધી સફળતાપૂર્વક નિશાન સાધવામાં સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે ચીન પોતાના સહયોગી રશિયા સાથે દક્ષિણ કોરિયામાં અમેરિકા તરફથી મિસાઈલ પ્રતિરોધક ટર્મિનલ હાઈ એલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ એટલે કે થાડની તેનાતીનો વિરોધ કરી રહ્યું છે. જો કે આ તકનીકમાં સંશોધનથી ચીન પર પણ કોઈ રોક નથી. ચીન અને રશિયા દ્વારા ગત વર્ષે મિસાઈલ પ્રતિરોધક સંયુક્ત અભ્યાસ પણ કર્યો હતો.

Related posts

હાઈકોર્ટના જજ બાદ આ પાર્ટીના પોલીસને સવાલ, શું તમે ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાના છો?

Bansari

પતિની નજર સામે જ પત્ની સાથે થયો રેપ, ડીસામાં વર્દીને કલંકિત કરતી ઘટી ઘટના

Mayur

‘એને એક દીકરી સાથે કેમ વાત કરવી તેનું ભાન નથી’ એક નેતાને લીધે મહિલાએ હાથની નસ કાપી નાખી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!