GSTV
Home » News » ચીનને સાધવા ભારતની સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે અમેરિકા

ચીનને સાધવા ભારતની સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે અમેરિકા

ચીનને સાધવા માટે અમેરિકા ભારતની સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધોની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજધાની નવી દિલ્હી ખાતે મુલાકાત કરી છે. આ પહેલા મેટિસે ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને અન્ય ભારતીય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન મેટિસે ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા મામલે વાતચીત કરી છે. તેમાં અમેરિકા તરફથી ભારતને ફાઈટર્સ જેટ્સ અને સર્વિલાન્સ ડ્રોન્સ વેચવાના મુદ્દાઓ પણ સામેલ છે. અમેરિકા ભારત સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધોના દમ પર એશિયા ખાસ કરીને દક્ષિણ એશિયામાં ચીનના વધતા વર્ચસ્વને ખાળવાની કોશિશ કરી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, ગત એક દશકમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં ઝડપી પ્રગતિ જોવા મળી છે. ગત એક દશકમાં ભારતે અમેરિકા પાસેથી પંદર અબજ ડોલરથી વધુના હથિયારોની ખરીદી કરી છે. ભારત એક પ્રકારે પોતાના પરંપરાગત સપ્લાયર રશિયાનો સાથ છોડીને અમેરિકા તરફથી હથિયારોની આપૂર્તિ મામલે ઝુકતું દેખાઈ રહ્યું છે. ભારતીય નૌસેનાએ બૃહદ હિંદ મહાસાગરમાં સર્વિલન્સ માટે માનવરહિત ડ્રોનની માગણી મૂકી છે. ચીનની સબમરીનો અને સમુદ્રી જહાજો નિયમિતપણે હિંદ મહાસાગરના ચક્કર કાપી રહ્યા છે.

અમેરિકા સાઉથ ચાઈના સીમાં ચીનની વધી રહેલી વ્યૂહાત્મક શક્તિને લઈને ચિંતિત છે. અમેરિકાએ ભારતીય નૌસેના સાથે આ વિસ્તારમાં જોઈન્ટ પેટ્રોલિંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતે ચીનની સંભવિત પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. અમેરિકા દ્વારા સમુદ્રી સર્વિલાન્સ ડ્રોન્સના નોન-નાટો દેશને વેચાણની મંજૂરી આપવી એક મોટી વ્યૂહાત્મક પહેલ માનવામાં આવે છે.

બ્રૂકિંગ્સ ઈન્ડિયામાં ભારત-અમેરિકાના સંબંધોના જાણકાર ધ્રુવ જયશંકરે કહ્યુ છે કે, બંને દેશો માટે ચીન મોટો ખતરો છે. ભારતીય વાયુસેનાએ પણ 90 આર્મ્ડ એવેન્જર પ્રિડેટર ડ્રોન્સની માગણી કરી છે. નિષ્ણાંતો મુજબ, આનો ઉપયોગ સરહદ પાર થનારી સ્ટ્રાઈક્સમાં કરી શકાય છે. જો વાયુસેનાને આવા ઉપકરણો મળશે તો પીઓકે ખાતે આતંકવાદીઓના કેમ્પોને ધ્વસ્ત કરી શકાશે. સૂત્રો મુજબ, આના વેચાણ માટે વ્હાઈટ હાઉસ અને અમેરિકન કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. અમેરિકાની ડ્રોન બનાવનારી કંપની જનરલ ઓટોમિક્સના યુએસ એન્ડ ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટના ચીફ એક્ઝિક્યૂટિવ વિવેક લાલ એ વાતથી ખુશ છે કે ભારતને સર્વિલાન્સ ડ્રોન માટેની મંજૂરી મળી ચુકી છે.

Related posts

ક્રોધમાં લાલ-પીળી થઈ સારા અલી ખાન, વીડિયોમાં કહ્યુ મારા બોયફ્રેન્ડને….

Ankita Trada

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva

ભાજપના સભ્યો જોતા રહી ગયા અને તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસે NPR લટકાવી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!