GSTV

ચીનના વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા ભારતે ઘડી નવી કૂટનીતિ

ચીન તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટથી ભારતને ઘેરવાનો કરાસો રચી રહ્યું છે. ત્યારે ચીનના આ પ્રોજેક્ટને ટક્કર આપવા માટે ભારતે મોટો પ્લાન તૈયાર કર્યો છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાને મળીને સંયુક્ત રીતે એક પ્લાન બનાવ્યો છે.

વન રોડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ભારત તેના વિરોધમાં છે. ભારતના વિરોધ છતાં ચીન તેની યોજના પર મક્કમ છે. ત્યારે હવે ભારતે ચીનના આ પ્રોજેક્ટને ટક્કર આપવા આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કૂટનીતિ અપનાવી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન આ ચાર દેશોએ મળીને સંયુક્ત રીતે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. ચારેય દેશ મળીને સંયુક્ત ક્ષેત્રીય બુનિયાદી ઢાંચા યોજનાની તૈયારી કરી રહ્યા છે.

ચીન તેના મહત્વકાંક્ષી વન બેલ્ટ ઓસ્ટ્રેલિયન ફાઈનાન્શિયલ રિવ્યુ પ્રમાણે, ભારતે આ તૈયારી પેઈચિંગના વધતા દબદબાને ઓછો કરવા માટે કરી છે. માનવામાં આવી રહ્યું છે કે મૈલક્મ ટર્નબુલ આ પ્રોજેક્ટને લઈને તમની અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરી શકે છે. જોકે એક અધિકારીએ કહ્યું કે આ પ્લાન ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા નહીં પરંતુ તેના માટે એક વિકલ્પ છે.

તો જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશિંદે સુગાએ ચારેય દેશોને સહયોગવાળી આ પરિયોજના અંગે કહ્યું કે જાપાન, ભારત, યુએસ અને ઓસ્ટ્રેલિયાએ હંમેશા એ મુદ્દા પર ચર્ચા કરી છે જે તેમના હિતમાં છે. જાપાન ચીનના ઓબીઓઆર પ્રોજેક્ટને ટક્કર આપવા માટે પૂરી રીતે તૈયાર છે. તે પોતાની ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસિફિક પરિયોજનાને પ્રમોટ કરવા માટે પોતાની સત્તાવાર વિકાસ સહાયનો ઉપયોગ કરી શકે છે. જાપાનના આ પગલા દ્વારા ચીનની ઓબીઓઆર પરિયોજનાને મોટી ટક્કર મળી શકે છે.

મહત્વનું છે કે ચીનનો પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યૂરોપ સુધીના કનેક્શન જોડવાની તૈયારી છે. અને આ પ્રોજેક્ટથી ચીન ભારતને ઘેરવાની ફિરાકમાં છે. વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ દ્વારા 60થી પણ વધારે દેશો સાથે ચીનના વ્યાપારિક સંબંધ બનશે. અને ચીન આ પ્રોજેક્ટ દ્વારા એશિયાઈ દેશોની સાથે પોતાનો સંપર્ક વધારીને મજબૂત કરવા ઈચ્છે છે. પરંતુ ભારત પણ કંઈ કમ નથી. ભારતે પણ તેની વિદેશનીતિથી ચીનને ટક્કર આપવા તૈયારી કરી લીધી છે.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!