GSTV

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અમારા માટે વિકાસનો મુદ્દો છે: મનસુખ માંડવિયા

Last Updated on October 22, 2017 by

વડાપ્રધાન મોદીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યુ ત્યારે આ સમારોહની ચિવટપૂર્વક તૈયારી કરવામાં આવી હતી. પરિવહનક્ષેત્રે ક્રાંતિ સર્જનાર આ યોજનાના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પહોંચ્યા હતા. આ યોજનાનો પ્રથમ તબક્કો શરૂ કરાયો ત્યારે મનસુખ માંડવિયાએ આ અંગે રસપ્રદ માહિતી આપી હતી. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટ પર વિપક્ષે લગાવેલા આરોપોને કેન્દ્રીય પ્રધાને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે, અમારા માટે આ ચૂંટણીલક્ષી મુદ્દો નથી, વિકાસનો મુદ્દો છે.

મનસુખ માંડવિયાએ કહ્યું કે, ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ વડાપ્રધાન મોદીનું સપનું હતું. સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે. રો-રો ફેરી સર્વિસ શરૂ થવાથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટર ઘટી જશે તથા 7-8 કલાકનો સમય 1 કલાકમાં થઈ જશે. આ ફેરી સર્વિસથી તેલની બચત થશે, સમયની બચત થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટ સાકાર થતાં સૌરાષ્ટ્રના વિકાસદ્વાર ખુલી જશે.

તેમણે કહ્યું કે, ખંભાતનો અખાત એ વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધારે કરન્ટવાળો સમુદ્ર છે. કરન્ટ વધારે હોવાથી સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે પાણી 11 મીટર ઉપર આવે છે, ભરતી થંભી જાય ત્યારે પાણી 11 મીટર નીચે ઉતરી જાય છે. ત્યારે આ સમુદ્રમાં વિશિષ્ટ પ્રકારના વમળ સર્જાય છે. આવી સ્થિતિમાં આ સમુદ્રમાં જેટી બનાવવી મુશ્કેલ હોય છે ત્યારે વિશ્વના એક્સપર્ટના અભિપ્રાયના આધારે જેટીનું કામ શરૂ કરાયૂંહતું. કામકાજ દરમ્યાન અડચણો પણ આવી છે, જેને ઉકેલી આ કામને પૂર્ણ કરાયું છે. આમ અનેક મુશ્કેલી બાદ દહેજ-ઘોઘા ફેરી સર્વિસના માધ્યમથી જોડાઈ ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, જાન્યુઆરી માસમાં આ પ્રોજેક્ટનો બીજો તબક્કો એટલે રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ કરીશું. આ રોપેક્ષ ફેરીમાં 70 જેટલા ટ્રક હશે અને 200 જેટલા પ્રવાસીઓ હશે.

 

Related posts

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!