ઘર હોય ત્યાં વાસણ ખખડે, કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું ગુજરાતમાં 15 સીટો જીતીશું

સાબરકાંઠા ખાતે આયોજિત કોગ્રેસની જન અધિકાર સભામાં સામેલ થવા માટે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પાર્ટી નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. જ્યાં તેમણે કોંગ્રેસમાં નારાજગી પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા. બીજે તો યુદ્ધ ચાલે છે પણ કોંગ્રેસમાં સબ સલામત છે.

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 15 બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં તમામ નેતાઓ સાથે મળીને લડશે અને 15 બેઠકો મેળવશે.

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર અંગે પણ પ્રતિક્રિયા આપી હતા. તેઓએ કહ્યુ હતુ કે ફિલ્મો આવતી હોય છે જતી હોય છે. કેટલીક હીટ થાય છે.તો કેટલીક ફ્લોપ થાય છે..પણ તેમણે આ ફિલ્મ એ ગિમીક હોવાનું કહ્યુ હતુ. કેન્દ્ર સરકાર આગામી દિવોસોમાં ખેડૂતોને લઈ મહત્વના નિર્ણયો લેશે તેમ મનાય છે. જેના પર કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ભાજપ સરકારને સાડા ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી કાંઈ કર્યું નથી. પરંતુ હવે જે કાંઈ કરવા જઈ રહી છે. તે મતદારોના મત પડાવવા સમાન ગણાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter