ઘર બનાવતી કે ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જાણી લો વાસ્તુના આ નિયમ

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ છે. જો ઘરનું વાસ્તુ યોગ્ય હશે તો ઘર પર હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને જો વાસ્તુમાં કોઇ ઉણપ રહી જાય તો ઘરના સભ્યોએ તમામ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘર બનાવતી કે ખરીદતી વખતે વાસ્તુના નિયમોને ધ્યનમાં લેવા જોઇએ.

પૂજા સ્થળનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ તે જ સ્થાવ છે જ્યાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા આવે છે. ઘર બનાવતી વખતે ક્યારેય પૂજા સ્થળને શયનકક્ષમાં ન બનાવડાવો. પૂજા સ્થળને હંમેશા ઇશાન ખૂણા એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં જ બનાવો.

ઘર બનાવતી વખતે અથવા ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે સામે તરફ સીડી કે લિફ્ટ ન હોય.

રસોઇ ઘરની દિશા ક્યારેય ઇશાન ખૂણામાં  ન હોવી જોઇએ.

ઘરનો મુખ્ય દ્વાર અંદર તરફ ખુલે તો તેને વાસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે.

વીજળીનું સ્વિચ બોર્ડ અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. આ દિશામાં સ્વિચબોર્ડ રાખવું શુભ છે.

બાથરૂમ ઘરના મધ્યમાં અથવા મુખ્ય દ્વાર સામે હોવા અશુભ છે. તેથી ઘર લેતાં પહેલાં તે જરૂર ચેક કરી લો.

ઘરના મુખ્ય દ્વાર સામે વીજળીનો થાંભલો અને વૃક્ષ ન હોવું જોઇએ.

ઉત્તર અને પૂર્વ દિશામાં બાલ્કની હોવી શુભ માનવામાં આવે છે.

ઘર અથવા ફ્લેટ ખરીદતા પહેલાં તે વાતનું ખાસ ધ્યાન રાખો કે મુખ્ય દ્વાર પૂર્વી-ઇશાન, ઉત્તરી-ઇશાન, દક્ષિણી-અગ્નિમાં હોવો જોઇએ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter