ઘરે જ બનાવો આ ફેસપેક, એક અઠવાડિયામાં નિખરી ઉઠશે ચહેરો

સતત પ્રદૂષણવાળા વાતાવરણને કારણે તમારા ચહેરા પર ખીલ ની સમસ્યા સર્જાય છે. ચહેરા પરની આ સમસ્યા દૂર કરવા માટે આપણે જાતજાતના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ બ્યુટી પ્રોડક્ટ તમારા ચહેરાને સુંદરતા વધારવાની બદલે ભવિષ્યમાં તમારા ચેહરા માટે નુકસાનકારક નીવડે છે.

ચહેરાની ત્વચાને સુંદર બનાવવા માટે સૌથી સારો આયુર્વેદિક ઉપચાર કોઈ હોય તો તે છે મુલતાની માટી. મુલતાની માટીનો ઉપયોગ ચેહરાની સુંદરતા વધારવા માટે વર્ષોથી કરવામાં આવે છે.

આ માટે એક વાટકી મુલતાની માટીમાં એક ચમચી ચણાનો લોટ અને ૧ ચમચી ચંદનનો પાઉડર ભેળવી લો. ત્યારબાદ આ પાવડરમાં ગુલાબ જળ નાખી તેની એકદમ ઢીલુ મિશ્રણ બનાવી લો .હવે તમારા ચહેરાને સૌથી પહેલા ગુલાબ જળ વડે બરાબર સાફ કરી લો. આમ કરવાથી ચહેરા પર રહેલ ધૂળ દૂર થશે અને ચહેરો બિલકુલ સાફ થઈ જશે. ત્યારબાદ તમારા ચહેરા પર આ મિશ્રણ લગાવી લો. મિશ્રણ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ચહેરાના દરેક ભાગમાં એક સરખું લગાવવું.

આ મિશ્રણ લગાવ્યા બાદ તેને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. સુકાઈ જાય ત્યારબાદ તેને પાણી વડે બરાબર સાફ કરી લો. પાણી વડે મોં સાફ કરતી વખતે ચહેરા પર માલિશ પણ કરતી જવી. આથી ચહેરા પરનો વધારાનો ઓઈલ પણ દૂર થશે. માત્ર એક અઠવાડિયા સુધી તમારા ચહેરા પર આ મિશ્રણ લગાવવાના કારણે તમારો ચહેરો નિખરી ઉઠશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter