ઘરમાં સુખ-સમૃદ્ધી લાવશે આ વાસ્તુ ટિપ્સ, આજે જ અપનાવો આ ઉપાય

દરેક વ્યક્તિ પોતાના જીવનને તથા પરિવારન સુખી અને સમૃદ્ધ જોવા ઇચ્છે છે અને તે માટે તે પૂરતી મહેનત પણ કરે છે છતાં ક્યારેક જો  અપાર મહેનત અને પરિશ્રમ છતાં તમને ધાર્યુ ફળ ન મળે તો તમારા ઘરના વાસ્તુ દ્વારા તમે ચોક્કસપણે  સુખસમૃદ્ધિ લાવી શકો છો એ માટે જ ભારતીય સંસ્ક઼તિમાં ઘરનું વાસ્તુ પૂજન કરવામાં આવે છે

તમે નિયમિત પ્રમાણે કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા ઘરમાં અને જીવનમાં ચોક્કસપણે તમે આનંદનો અને શાંતિનો અનુભવ કરી  શકોછો. વ્યક્તિઓને ક્યારેક ખબર નથી હોતી કે તેના ઘરમાં વાસ્તુ દોષ છે જો આ દોષ દૂર કરવામાં આવે તો  ઘરમાં સુખ સ્મૃદ્ધિ આવે છે.

  •  ક્યારેય બેડરૂમમાં કે શયનખંડમાં એઠાં  વાસણો ન રાખવા.
  • ટીવી કે અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો કાયમ અગ્નિ ખૂણા (ઉત્તર-પૂર્વમાં) રાખો.
  • ઘરની દિવાલો ઉપર સિંહ, ગિદ્ધ, બાજ કે અન્ય હિંસક પશુઓની છબી તેમજ રૂદન કરતી સ્ત્રી એવા ફોટાકે પોસ્ટર ન લગાવાવ જોઈએ
  • ઘર કે ઓફિસમાં સાવણ કે સાવરણીનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે તે નજરમાં ન આવે તે રીતે મૂકી દો.
  • ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં તુલસી, મનીપ્લાન્ટ, ચમેલી જેવા છોડ વાવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર રહે છે. ઘરમાં  કે ઘરના બગીચામાં અથવા તો ઓફિસમાં ક્યારેય કાંટાવાળો છોડ ન  હોમ ડેકોરમાં ન મૂકવા જોઈએ.
  • બંધ ઘડિયાળને ચાલુ કરી દેવી અને તે જો  સરખી ન થઈ શકે એમ હોય તો  તેને ઘરમાંથી કે કાર્યસ્થળેથી દૂર કરી દેવી.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter