GSTV
Home » News » ઘરમાં રાખશો તૂટેલી આ વસ્તુઓ તો નહી રહે બરકત

ઘરમાં રાખશો તૂટેલી આ વસ્તુઓ તો નહી રહે બરકત

ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે, તેની માટે પ્રાચીન સમયથી જ ઘણીપરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ અલગ-અલગ વસ્તુઓ અને કાર્યો સાથે જોડાયેલી છે. બધા જઘરોમાં કોઇને કોઇ વસ્તુઓ તૂટેલી-ફૂટેલી હોય જ છે, અમુક વસ્તુઓ બેકાર હોય છે, છતાં પણ તે વસ્તુઓ ઘરનાકોઇને કોઇ જગ્યાએ પડી જ રહેતી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં 7 એવી વસ્તુઓજણાવવામાં આવે છે જે તૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન રાખવી જોઇએ.

જો આ વસ્તુઓ ઘરમાં હોય તો તેનો નકારાત્મક પ્રભાવ પરિવારના સભ્યો પર પડે છે. જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ આવી શકતી નથી. આ જ કારણથી ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાઓના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થાય છે. આ માટે આજે આ લેખમાં અમે તમને જણાવીશું ઘરમાં કંઇ કંઇ એવી વસ્તુઓ હોય છે જેને આપણે તરત જ દૂર કરી દેવી જોઇએ…

1. વાસણોઃ-

ઘણા લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખતાં હોય છે જે ઘરમાં અશુભ પ્રભાવ પાડે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઇએ. શાસ્ત્રો પ્રમાણે જો એવા વાસણ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી મહાલક્ષ્મી નાખુશ રહે છે અને દરિદ્રતા આપણા ઘરમાં પ્રવેશી જાય છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણ ઘરમાં જગ્યા પણ રોકે છે, જેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થવા પર નકારાત્મક ફળ મળવા લાગે છે.

2. અરીસોઃ-

તૂટેલો અરીસો રાખવો વાસ્તુ પ્રમાણે એક દોષ છે. આ વસ્તુને લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા સક્રીય થઈ જાય છે અને પરિવારના સદસ્યોને નકારાત્મક પરિણામ સહન કરવું પડે છે.

3. પલંગઃ-

લગ્ન જીવનમાં સુખ શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો ન હોય. જો પલંગ સારી રીતે ન લાગલો હોય તો પતિ-પત્નીના લગ્ન જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.

4. ઘડિયાળઃ-

ખરાબ ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉત્નતી નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય ના હોય તો પરિવારના સભ્યોએ કોઇપણ કાર્ય પૂર્ણ કરવામાં બાધાનો સામનો કરવો પડશે અને કામ પણ સમય સાથે પૂર્ણ થશે નહીં.

5. તસવીરઃ-

જો ઘરમાં કોઈ તૂટેલી તસવીર હોયતો તેને તરત જ હટાવી લેવી જોઈએ. વાસ્તુ પ્રમાણે તે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

Related posts

ટેરો કાર્ડ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, શુભ કાર્ય માટે છે શ્રેષ્ઠ

Bansari

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવા સરકારે બહાર પાડ્યો ટેન્ડર લેટર, શરતો કરી હળવી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!