ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે આ વાસ્તુ ટિપ્સ, લાવશે ખુશીઓનો ઉજાશ

ઘરમાં જો નકારાત્મક ઉર્જા રહેલી છે તો આ પોતાની અસર બતાવે છે. બસ તેને ઓળખવી જરૂરી છે. જો ઘરમાં આવતા બેચેનીની સ્થિતિ રહે છે કે પછી પરિવારના લોકો સાથે વિવાદ રહે છે. તનાવ રહે છે. પરિજનોનુ સ્વાસ્થ્ય અવારનાવાર પ્રભાવિત રહે છે કે પછી તુલસી કે ઘરમાં લાગેલા ફુલ કરમાય જાય છે તો સાવધાન થઈ જાવ.
નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ તેના વિશે..

સૌ પહેલા ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો. ક્યાક પણ ગંદકી ન રહે.

 • ઘરના જે ભાગમાં નકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય ત્યા જોર જોરથી તાલી વગાડો.
 • તુલસીનો છોડ ઘરમાં જરૂર લગાવો.
 • પાણીમાં લવિંગ અને ગુલાબના પાન નાખીને તેનો ઘરમાં છંટકાવ કરો.
 • મીઠામાં નકારાત્મક ઉર્જાને ખતમ કરવાની શક્તિ હોય છે.
  ઘરમાં પોતુ લગાવતી વખતે સમુદ્રી મીઠાનો ઉપયોગ કરો.
 • શનિવારના દિવસે ગરીબ લોકોમાં વસ્ત્ર અને ભોજન વહેંચો
 • ઘરમાં ગંદા કપડા એકત્ર ન થવા દો.
 • ઘરમાં દરેક સમાનને મહિનામાં ઓછામાં ઓછા એકવાર વ્યવસ્થિત જરૂર કરો.
 • એક જ સ્થાન પર મહિનાઓથી પડેલુ ફર્નીચર એ સ્થાનમાં નકારાત્મક ઉર્જા ભરી દે છે. આવામાં ફર્નીચરનુ સ્થાન બદલી નાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાને બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે.
 • ઘરનુ પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ રાખો.
 • ઘરમાં પર્યાપ્ત પ્રકાશ આવવો જોઈએ
 • ઘરના પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવી શકો છો. ઘરમાં સદૈવ શાંતિ બનાવી રાખો.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter