GSTV
Home » News » ઘરભેગો કરવાની કોંગ્રેસે તૈયારી કરતાં અલ્પેશ ઠાકોરે આપી આ ધમકી…

ઘરભેગો કરવાની કોંગ્રેસે તૈયારી કરતાં અલ્પેશ ઠાકોરે આપી આ ધમકી…

પોતાન રાજકીય મહેચ્છા માટે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર સામ કોંગ્રેસે હવે શસ્ત્ર ઉગામ્યુ છે. કોંગ્રેસ હવે અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટેના પાસા ફેક્યા છે. 10 એપ્રિલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ થાય તે દિશામાં કોંગ્રેસે પગલા ભરવાનાં શરૂ કર્યા છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ વિરૂદ્ધ કાર્યવાહી બાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા કે, મારુ ધારાસભ્ય પદ રદ્દ થશે તો કોંગ્રેસ તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે. હું વિધાનસભામાં રહેવા માંગુ છું અને રહેવાનો છું. વધુમાં અલ્પેશે જણાવ્યું કે, મને નહોતી ખબર કે કોંગ્રેસ આટલી હદે જશે.

હું આવનારા દિવસોમાં સમાજનુ મોટું સંમેલન યોજીશું અને કોંગ્રેસની અંદર ચાલતા સેટિંગ ઉજાગર કરીશ. મને લોકોએ જીતાડ્યો છે તો હુ શા માટે રાજીનામુ આપું. અલ્પેશે કોંગ્રેસમાંથી તો રાજીનામું અાપ્યું છે પણ ધારાસભ્ય પદે ચાલુ હોવાથી કોંગ્રેસના નામે ચૂંટાયેલા અલ્પેશને ઘરભેગો કરી દેવા માટે કોંગ્રેસ સક્રિય થઈ છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ખુલ્લી ધમકી આપી છે.

કોંગ્રેસમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે કાર્યવાહી હાથ ધરી છે. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે  વિધાનસભા સચિવને રજૂઆત કરી છે. કોંગ્રેસ તરફથી રજૂઆત કરવા પહોંચેલા બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે કહ્યુ કે અલ્પેશે બનાસકાંઠામાં કોંગ્રેસના બદલે અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. જેના પુરાવા સાથે કોંગ્રેસે વિધાનસભા સચિવને રજૂઆત કરી છે. હવે વિધાનસભા સચિવ આ મામલે વિધાનસભા સ્પીકર નિર્ણય લેશે.

કોંગ્રેસે અલ્પેશ જૂથનાં ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર સામે કાર્યવાહી એટલા માટે ટાળી છે કે, તેઓ હજુ કોંગ્રેસના પ્રાથિમક પદ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ એમ માનીને ચાલી રહી છે કે જ્યાં સુધી તેઓ કોંગ્રેસના સભ્ય છે ત્યાં સુધી એ બન્ને ધારાસભ્યો અલ્પેશ સાથે નથી એટલે પક્ષને તેમનાંથી કોઈ જ ખતરો નથી. જોકે, હાલ અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ કડક હાથે કામ લેવાનાં મૂડમાં છે.

કયાં સંજોગોમાં ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી.

જો જે તે સભ્ય પક્ષ વિરોધી પ્રવૃતિનાં 15 દિવસ સુધીમાં પક્ષ માફી આપે તો ઉપરાંત પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો પક્ષનો ત્યાગ કરે તો વળી 2/3 સભ્યોની મંજૂરી સાથે મૂળ પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી. આ સિવાય સભાગૃહનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી.

Related posts

અમરેલી: બાબરાના સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં, દર્દીના પરિવારજનોએ મારવા પડ્યા ધક્કા

Bansari

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

Karan
Do NOT follow this link or you will be banned from the site!