GSTV

ઘડ૫ણ બીજુ બાળ૫ણ ? વડિલોની દેખભાળ કરવામાં ભારત 71 માં ક્રમે…

Last Updated on February 6, 2018 by

કહેવાય છે કે ઘડપણ માણસનું બીજું બાળપણ છે. પરંતુ આ બીજુ બાળપણ કથળતી તબિયત, આર્થિક અસુરક્ષા, એકલતા, ઉપેક્ષા વગેરે અનેક મુશ્કેલીઓ લાવે છે. બાળક જીદ કરે તો તેને ઘાંટો પાડીને ચૂપ કરી શકાય છે પણ વડીલોને સમજવું મુશ્કેલ છે. પરંતુ જો તેમને હૂંફ મળેત તો કદાચ તેમની મુશ્કેલીઓ ઓછી થઇ શકે. વૃદ્ધોની સંભાળ રાખતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાએ દાદી નામથી એક વિડિયો બનાવ્યો છે. જે દરેક ઘરની કહાની રજૂ કરે છે. આ વિડિયો જોઇને તમે પણ ભાવૂક થઇ જશો.

વિશ્વાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા ધરાવતા દેશોમાં ભારત બીજા ક્રમે છે. પરંતુ વડીલોની દેખભાળના મુદ્દે ભારત દુનિયાના 96 દેશોમાંથી 71માં સ્થાને છે. આપણા દેશમાં વડીલો તેમનું ઘડપણ બહુ પરેશાનીમાં ગાળે છે. તેમના આરોગ્યની સાથે તેમના ચહેરાના સ્મિતનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. પરંતુ વડીલોની હાલની સ્થિતિ સર્જાવા પાછળ દેશમાં વસ્તીવધારો, બેરોજગારી અને આર્થિક સમસ્યાઓ પણ ઘણા અંશે જવાબદાર છે. ક્યારેક એવું પણ બને છે કે ટૂંકા પગારના કારણે વડીલો ઇચ્છે તે રીતે તેમના બાળકો તેને સાચવવા સક્ષમ પણ નથી હોતા.

સંયુક્ત રાષ્ટ્રના ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક ઍન્ડ સોશિયલ અફેર્સના અહેવાલ અનુસાર વિશ્વની વસ્તી અત્યારે ૭૬૦ કરોડ છે. તે ૨૦૫૦ની સાલ સુધીમાં ૯૮૦ કરોડ થઇ જશે. ભારત-ચીન ઉપરાંત આફ્રિકામાં પણ વસ્તી વધારાનો દર વધુ છે. જેના કારણે ૨૦૫૦ સુધીમાં ૨૬ આફ્રિકી દેશોની વસ્તી બમણી થઇ જશે. હાલમાં વિશ્વભરમાં સાઇઠ વર્ષથી ઉપરના નિવૃત્ત લોકોની સંખ્યા ૯૬.૨ કરોડ છે. જે ૨૦૫૦ સુધીમાં ૨૧૦ કરોડ થઇ જશે. આવી સ્થિતિમાં નોકરીઓ-રોજગાર કે જે પહેલાંથી જ નથી અથવા તો ખૂબ જ ઓછાં છે તેની માંગ હજુ વધશે. નોકરિયાતોએ ઓછું વેતન મળવા છતાં અપમાનિત થઇને પણ નાછૂટકે કંપનીઓ અને ફર્મ્સના માલિકોના તાબે થવું પડશે. કારણ કે પ્રશ્ન સર્વાઇવલનો છે. આવી લાંબા ગાળાની સ્થિતિ હતાશા ઉભી કરશે અને તેની સાઈકૉલૉજિકલ અસરો પણ પડશે.

વધતી વસ્તીથી સમાજમાં સિનિયર સિટીઝન્સની વસ્તી પણ વધશે. ભારતમાં આજે પણ વૃદ્ધોની સ્થિતિ એટલી સારી નથી. એકલા દિલ્હીમાં જ ૧૧ લાખ સિનિયર સિટીઝન્સ છે. આ આંકડો ૨૦૧૫નો છે. આવી જ સ્થિતિ દેશના અન્ય મેટ્રો સિટીની છે. ભારતમાં ૪૦ ટકા વૃદ્ધો તેમના પરિવારો સાથે રહે છે. એક રિપોર્ટ મુજબ તેઓ એક યા બીજી રીતે ઘરેલુ હિંસાના શિકાર બની રહ્યા છે. પરંતુ આવા ૬માંથી માત્ર એક જ કેસ બહાર આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓના રિપોર્ટ મુજબ વૃદ્ધોને તેમનાં પોતાનાં સંતાનો દ્વારા જ ઘર વેચવા દબાણ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં પોતાનું મકાન વેચાયા પછી તેઓ નિઃસહાય બને છે. વધી રહેલી વસ્તીથી ગાર્બેજ ડમ્પની જેમ ગ્રાન્ડ ડમ્પિંગના વૃદ્ધોને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના પ્રશ્નો પણ ઉભા થશે. સરકાર આટલા તોતિંગ કરવેરા લે છે ત્યારે તેમણે વૃધ્ધોની સામાજિક અને આર્થિક સુરક્ષાની જવાબદારી પણ નિભાવવી જોઇએ.

વડિલો ઘરનો દીવો છે. તેમને મૃત્યુની પહેલા ન મારો, મા બાપ આપણી તાકાત છે, તેને બેસહારા ન બનવા દો,જો વડિલો કમજોર થશે તો આપણા સમાજની કરોડરજ્જુ તૂટશે અને તૂટેલી કરોડરજ્જુવાળો સમાજ કેવો હોય તે આપણે સૌ કોઇ જાણીએ છીએ.

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!