GSTV
Home » News » ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ યથાવત, ફોરેન્સીક તપાસના આદેશ

ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ યથાવત, ફોરેન્સીક તપાસના આદેશ

રાજકોટના ગોંડલના ઉમવાડા રોડ પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ યથાવત છે અને આગ બુઝાવવા 11 ફાયરફાઈટરની મદદ લેવામાં આવી છે. આજે નાફેડ અને ગુજકોમાસોલના અધિકારીઓની ટીમો પહોંચી તપાસ શરૂ કરવા જઈ રહી છે.

ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે ગોંડલ, રાજકોટ, જસદણ, ધોરાજી, જેતપુરના સહિતનાફાયર ફાયટરો કામે લાગ્યા હતા. જે રીતે ટેકાના ભાવે ખરીદી કરાયેલી મગફળી જ્યાં રાખવામાં આવી તે ગોંડાઉનમાં લાગેલી આગને લઈને અનેક સવાલ ઉઠ્યા છે.

આ મામલે કલેક્ટર ડોકટર વિક્રાંત પાંડેએ ફોરેન્સીક તપાસના આદેશ આપ્યા છે. જ્યારે કે ગોંડલ નાયબ કલેક્ટરે મેજેસ્ટ્રેરીયલ તપાસના આદેશ આપ્યા છે. આ ગોડાઉનમાં જુદી-જુદી મંડળીઓની અંદાજે 36 કરોડની 2 લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી.

જે ગોડાઉનમાં જીઈબીના વીજ જોડાણો નથી હોતા તેવા જ ગોડાઉનની મગફળી સંગ્રહ માટે પસંદગી કરવામાં આવે છે એક ગુણી મગફળીની ખરીદી પાછળ રૂપિયા 1550 અને મજૂરીના રૂપિયા 225નો ખર્ચ સાથે 1800 રૂપિયાની પડતર થતી હોય છે અને આમ રૂપિયા 36 કરોડની મગફળી ગોડાઉનમાં હતી.

ગોંડલમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગેલી રહસ્યમય આગની ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ભ્રષ્ટાચારનો મામલો સામે આવશે તો કોઈને બક્ષવામાં નહી આવે તેમ આર.સી.ફળદુએ નિવેદન આપ્યુ છે.

ગોંડલમાં ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબુમાં આવી ન હતી. તેમજ 36 કરોડની મગફળી આગમાં ખાખ થઈ ગઈ છે. ટેકાના ભાવે ખરીદાયેલી બે લાખ ગુણી મગફળી જ્યાં રાખવામાં આવી ત્યાં આગ લાગવાની ઘટનાને શંકાના દાયરામાં જોવાઈ રહી છે.

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!