ગૃહ શાંતિ પૂજામાં ઇશા અંબાણીનો રૉયલ લુક, શરૂ થઇ ગયાં લગ્નના ફંકશન્સ

ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીની દિકરી ઇશા 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. ઉદયપુરમાં લગ્ન પહેલાની વિધી થશે. જે બાદ મુંબઇમાં લગ્ન કરશે. પરંતુ લગ્ન પહેલાની વિધીઓ શરૂ થઇ ગઇ છે. લગ્ન પહેલા ઘરમાં ગૃહ શાંતિ પૂજા રાખવામાં આવી, જેમાં ઇશાએ ડિઝાઇનર સબ્યસાચીએ તૈયાર કરેલો લહેંગો પહેર્યો હતો.

સબ્યસાચી સેલેબ્સના મનપસંદ ડિઝાઇનર્સમાંથી એક છે. પોતાની પરંપરાગત ડિઝાઇન્સ માટે જાણીતા સબ્યસાચીએ ફરી એકવાર ઇશાના લહેંગાને ખુબસુરત કારીગરી સાથે તૈયાર કર્યો છે.

સબ્યસાચીએ સોશિયલ મીડિયા પર ઇશાની તસવીરો શેર કરી હતી. આ લહેંગામાં હેન્ડ એમ્બ્રોયડરી અને હેન્ડ પેઇન્ટનું કામ કરવામાં આવ્યું છે. લહેંગામાં ખાસ તીલા વર્ક કરવામાં આવ્યું છે. દુપટ્ટાને ટ્રેડિશનલ લુક આપવા માટે બંધેજના દુપટ્ટામાં ગોટા પટ્ટીનું કામ કરવામાં આવ્યું છે.

ઇશાના આ લુકને ખૂબસુરત જ્વેલરી સાથે ટીમ અપ કરવામાં આવ્યો છે. હેવી નેકપીસ અને ઇયરિંગમાં અનકટ ડાયમંડ સાથે પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેના લુકને રૉયલ બનાવે છે.

ઇશા-આનંદના લગ્ન પહેલાં આયોજિત સંગીત સેરેમની ખૂબ જ ખાસ હશે. કહેવામાં આવી રહ્યું છે કે ઇશાની સંગીત સેરેમનીમાં તેની ખાસ મિત્ર પ્રિયંકા ચોપરા પર્ફોર્મ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇશાના લગ્નના ફંક્શન્સ દાદી કોકીલાબેન અંબાણીના આશિર્વાદ સાથે શરૂ થઇ ગયા છે. તેની શરૂઆત દાંડિયા નાઇટ સાથે થઇ ચુકી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter