GSTV

ગુરુવારે કરો માત્ર આ સરળ કામ, સાંઈ બાબાની રહેશે અસીમ કૃપા

ગુરુવારનો દિવસ સાંઈબાબાની ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિરડી ખાતે ગુરુવારે સાંઈ દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે. સાંઈ બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો ગુરુવારનું વ્રત તેમજ ઉપવાસ પણ કરતાં હોય છે, પરંતુ એક કામ એવું છે. જેને ગુરુવારે ન કરવામાં આવે તો સાંઈ ભક્તિ અધૂરી રહે છે. 

સાંઈ બાબાના આર્શીવાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા ભક્તોએ ગુરુવારના દિવસે સંધ્યા સમયે લોટમાંથી એક દીવો બનાવી તેમાં તલના તેલથી 7 વાટનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આ દિવાથી સાંઈ બાબાની આરતી ઉતારી અને પીળા ફૂલની માળા ભગવાનને પહેરાવવી. ભગવાનના ચરણોમાં બેસી અને સાંઈ ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય દર ગુરુવારે કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થવા લાગશે. 

ગુરુ ગ્રહના દોષથી મુક્તિ માટેના ઉપાય

– વહેતી નદીમાં બદામ, તેલ અને નાળિયેર પ્રવાહિત કરવું.

– માથા પર ગુરુવારે કેસરનું તિલક કરવું.

– સોનાની વીટીમાં પોખરાજ ધારણ કરવો.

– પીપળાના ઝાડની સાત પ્રદક્ષિણા રોજ કરવી. આ સમયે હાથમાં સૂતરનો દોરો રાખવો.

– પીળા ચણાનું દાન કરવું.

Read Also

Related posts

કોરોના : કેન્દ્ર સરકારે ગુજરાતની આ કંપનીને આપ્યો કરોડો ટેબલેટ બનાવવાનો ઓર્ડર

Nilesh Jethva

Lockdownમાં સાસુ-સસરા સાથે બોર્ડગેમ રમી રહ્યો છે વિરાટ કોહલી, પોસ્ટ શેર કરી અનુષ્કાએ કહી આ વાત

Arohi

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સૂચનો આપ્યા, જો અમલ થશે તો કરોડો રૂપિયાની થશે બચત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!