GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુરુગ્રામ વિદ્યાર્થી હત્યા મામલો : હરિયાણા સરકાર દ્વારા શાળાને ટેકઓવર કરાય તેવી શક્યતા!

ગુરુગ્રામના રેયાન ઈન્ટરનેશનલ શાળા સામે હરિયાણા સરકાર આકરુ વલણ અપનાવી શકે છે અને જરૂર પડ્યે શાળાને રાજ્ય સરકાર ટેકઓવર પણ કરી શકે છે. સ્કુલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટર કે.કે. ખંડેલવાલાએ કહ્યુ કે એજ્યુકેશન એક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા નિયમોને અસરકારક રીતે લાગુ કરાવવા માટે ડિપાર્ટમેન્ટ સેલ બનાવશે.આ નિયમો અંતર્ગત શાળાની ખામી જોવા મળતા નોટીસ આપવામાં આવી છે અને જરૂર પડ્યે ટેક ઓવર પણ કરી શકે છે.

ગુરુગ્રામની રાયન ઈન્ટનેનેશનલ સ્કુલમાં મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. શાળાના માળીની પૂછપરછમાં તેણે કહ્યુ કે જ્યારે તેણે પહેલી વખત જોયુ હતુ ત્યારે પ્રદ્યુમ્નની હત્યાના આરોપી અશોકર કુમારના શર્ટ પર લોહીના ધબ્બા ન હતા.

ગુરુવારે પોલીસે શાળામાં રહેલા બગીચાના માળી હરપાલની પાંચ કલાક પૂછપરછ થઈ હતી.રાયન સ્કુલમાં બીજા ધોરણમાં ભણતા પ્રદ્યુમ્નની હત્યા કેસમાં હરપાલ મુખ્ય સાક્ષી છે.તેણે પોલીસને કહ્યુ હતુ કે તેની તેની સાત વાગ્યાની નોકરી છે.જ્યારે તે વોશરૂમની બહાર વોટર કુલર પાસે પાણી પીવા ગયો ત્યારે તેને ચીસ સંભળાઈ હતી. અશોકના શર્ટ પર કોઈ લોહીના નિશાન ન હતા.તો બીજીતરફ આરોપીના મામાએ પણ પોલીસ અશોક પર દબાવ વધારી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ પૂછપરછ માટે બોલાવવામાં આવેલા માળીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે.તેણે કહ્યુ કે પૂછપરછ દરમિયાને તેને પથ્થર મરાયા, માર મારવામા આવ્યો.અને માથાને પાણીમાં ડુબાડી રાખ્યુ હતુ.ઉલ્લેખનિય છે.એક જ સપ્તાહમાં પોલીસ દ્વારા પૂછપરછમાં કથિત રીતે મારપીટનો આ બીજો આરોપ લાગ્યો છે.

રેયાન સ્કુલમાં હત્યા મામલે  શિક્ષક સામે પણ કાયદાકીય ગાળિયો કસાઈ શકે છે.હત્યા બાદ શાળાના શિક્ષકે બે બાળકો પાસે જબરદસ્તીથી પ્રદ્યુમનના લોહીથી ખરડાયેલી બોટલ સાફ કરાવી હોવાનો આરોપ લાગ્યો છે.શિક્ષકોએ લોહીથી ખરડાયેલી પ્રદ્યુમ્નની બેગમાંથી તેની ડાયરી કાઢવા પણ કહ્યુ હોવાની વાત બાળકોના વાલીઓએ કરી છે.

Related posts

આર્થિક મંદીના કારણે ભારતની આ સૌથી મોટી IT કંપની 18 હજાર કર્મચારીઓની કરી દેશે છટણી

Dilip Patel

‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ ના લોકો પાકિસ્તાનથી ઇચ્છે છે આઝાદી, POKની સત્તાવાર વેબસાઈટ હેક થતાં પાકિસ્તાન ધૂઆંપૂઆં

Dilip Patel

દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંક 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના થયા છે મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!