કચ્છના લખપતના બિટીયારી ગામે ગોરખોદીયો એટલે કે ગુરનાર નામના દુર્લભ પ્રજાતિ નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની જંગલ ખાતાએ તપાસ હાથ ધરી હતી.પશ્ચિમ કચ્છનાં બીટીયારી વિસ્તારમાં જોવા મળેલા ઘોરખોદિયાને લોકોએ દોરીથી બાંધીને પરેશાન કરતો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો.
સામાન્ય આ પ્રાણી જંગલમાં રહે છે. કઈ રીતે ગામમાં લોકો સુધી આવ્યો યક્ષ પ્રશ્ન છે. સોશ્યલ મીડિયામાં વાયરલ વિડિઓથી જંગલ ખાતાએ તપાસ હાથ ધરી છે. નિર્દોષ ગોરખોદીયાને રિબાવીને શિકાર કરાતા તંત્ર દોડ્યું છે.