GSTV
Home » News » ગુનાહિત ભૂતકાળ વાળા નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધિત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ગુનાહિત ભૂતકાળ વાળા નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધિત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ગુનાહિત મામલામાં દોષિત ઠેરવવામાં આવેલા નેતાઓને જીવનભર ચૂંટણી લડવાથી વંચિત કરવાની માગણી પર સુપ્રીમ કોર્ટમાં થોડા સમયગાળામાં સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ આ અરજી પર વિચારણા કરશે જેમા કહેવામાં આવ્યું છે કે ફોજદારી કેસોમાં દોષિત ઠરેલા નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધિત કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે આવા મામલાઓને ગંભીર ગણાવ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ભાજપના નેતા અને અરજદાર અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કહ્યુ છે કે ભૂતકાળમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીની મુખ્ય માગણીથી તેઓ ભટકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ આના પર ગંભીરતાથી વિચારણા કરશે.

જનપ્રતિનિધિ કાયદાની કલમ-આઠ પેટાકલમ-ત્રણમાં કહેવામાં આવ્યું છે કે ફોજદારી મામલામાં કોઈને બે વર્ષથી વધુની કેદની સજા થાય છે. તો તેને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે. જ્યારે અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં કહ્યું હતું કે ફોજદારી મામલામાં દોષિત નેતાઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી ફોજદારી કેસમાં દોષિત ઠરે છે, તો તેની સેવા હંમેશા માટે સમાપ્ત કરી દેવામાં આવે છે. પરંતુ નેતાઓના મામલામાં આવું કરવામાં આવતું નથી.

સુનાવણી દરમિયાન વિજય હંસારિયાએ કહ્યુ છે કે દાગી સાંસદ અને દાગી ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસોના નિપટારા માટે સ્પેશ્યલ કોર્ટ બનાવવાથી સારુએ એ રહેશે કે દરેક જિલ્લામાં એક સેશન કોર્ટ અને એક મેજિસ્ટ્રેટ કોર્ટને વિશેષપણે આવા મામલાઓના નિપટારા માટે યાદીબદ્ધ કરવામાં આવે. જેનાથી નિર્ધારીત સમયગાળામાં આવા કેસોનો નિપટારો કરવો શક્ય બની શકશે.

દાગી સાંસદો અને દાગી ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસના નિપટારા માટે 70 સ્પેશયલ કોર્ટ બનાવવાની જરૂરિયાત છે. આના સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યુ હતુ કે સરકારનું માનવું છે કે જ્યાં 65થી ઓછા આવા કેસ નોંધાયેલા છે. ત્યાં કોઈ નિયમિત કોર્ટને આવા કેસોના નિપટારાની જવાબદારી આપવી જોઈએ. અરજીમાં એડીઆરના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ 13 હજાર 680 ફોજદારી કેસો વિલંબિત છે. આ મામલાની આગામી સુનાવણી ચોથી ડિસેમ્બરે થશે.

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!