GSTV
Gujarat Government Advertisement

ગુજરાત સ્વાઇન ફ્લુના ભરડામાં, હાઈકોર્ટમાં સરકારે કર્યા મોટા ખુલાસાઓ

Last Updated on February 12, 2019 by Karan

ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ માથું ઉંચક્યું છે. દિવસે ને દિવસે રાજ્યમાં આ રોગ વકરી રહ્યો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુને નાથવામાં રૂપાણી સરકાર અસફળ રહી છે. આજે પણ રાજકોટમાં 2 વ્યક્તિનાં મોત થયા છે. સરકારના પ્રયત્નો અપૂરતા રહેતાં હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો છે. સ્વાઈન ફલૂથી થતા મોત મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં સ્વાઈન ફલૂ મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. સરકારે જવાબ રજૂ કર્યો કે સ્વાઈન ફલૂ ડામવા ડોર ટૂ ડોર સર્વે કરાયો હતો. જેના ભાગરૂપે 3 કરોડ 87 લાખ લોકો સુધી પહોંચ્યા હતા. સ્વાઈન ફલૂ સૌથી વધુ શિયાળામાં અને ચોમાસામાં ફેલાય છે.

ચાલુ વર્ષે 55 દર્દીઓના સ્વાઈન ફ્લૂથી મોત થયાં હોવાનું સરકારે સ્વીકાર્યુ

ચાલુ વર્ષે 55 દર્દીઓના સ્વાઈન ફ્લૂથી મોત થયાં હોવાનું સરકારે સ્વીકાર્યુ છે. સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે 567 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો પહેલી જાન્યુઆરીથી 4થી ફેબ્રુઆરી સુધીમાં કુલ 1408 કેસ નોંધાયાં હતાં. જે પૈકી 809 લોકો રોગમુક્ત થયા હોવાનો દાવો પણ કર્યો. બાદમાં હાઇકોર્ટે કહ્યું કે અમે પૂરતી સંખ્યામાં સુવિધા ઉપલબ્ધ છે કે નહીં એ જાણવા માંગીએ છીએ. રાજ્ય સરકારના વિવિધ સેન્ટરમાં પૂરતો સ્ટાફ, લેબોરેટરી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ તેવો હાઈકોર્ટે સવાલ કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!