GSTV
Home » News » ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે હાર્દિક પટેલ ચૂંટણી લડે, જાણો કારણ

ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે હાર્દિક પટેલ ચૂંટણી લડે, જાણો કારણ

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને ગુજરાતનાં આંદોલનકારી યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થતા જે ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. જો કે હાર્દિકે કોંગ્રેસમાં જોડાય તે પહેલા જ જાહેરાત કરી હતી કે તે જામનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા ઇચ્છે છે. જો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ત્યારબાદ તેમની સામે વિરોધ શરૂ થયો છે.

મહત્વનું છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડે તે પહેલા જ તેમની સામે કોર્ટ ની મંજૂરી લેવી અનિવાર્ય બની છે. જો કે રાજદ્રોહ સહિતનાં અનેક કેસનો સામનો કરી રહેલા હાર્દિક પટેલે હાઇકોર્ટ પાસે ચૂંટણી લડવા માટે અરજી કરી છે.

hardik patel in cwc

લોકસભા ચૂંટણી લડવા મામલે હાર્દિકના કેસની સૂનાવણી ટળી છે. આગામી સૂનાવણી 27મી માર્ચે બુધવારે સવારે 11 કલાકે હાથ ધરાશે. આ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં સમયની માંગણી કરતા હાર્દિક પટેલના વકીલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે આ કેસની સુનાવણી ન થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થાય તેવી પણ હાર્દિકના વકીલે રજૂઆત કરી હતી.

હાર્દિકના વકીલે જણાવ્યુ હતુ કે હાર્દિક ચૂંટણી ન લડી શકે તે માટે સરકાર સુનાવણી ટાળવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર જવાબ રજૂ કરવા વારંવાર સમય માંગી રહી છે. કોર્ટમાં ધારદાર દલીલો બાદ નામદાર કોર્ટે એક દિવસ પૂરતી સૂનાવણી મુલતવી રાખી હતી. હવે આ મામલે આવતી કાલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

READ ALSO 

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!