GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાત સમાચાર અને INT મુંબઈ દ્વારા આયોજિત અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધાને 30 વર્ષ પૂર્ણ

ગુજરાત સમાચાર અને આઇ.એન.ટી. મુંબઇ આયોજિત અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધાનો પ્રારંભ થયા છે. અમદાવાદમાં લો ગાર્ડન પાસને ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આયોજિત એકાંકી સ્પર્ધાના પ્રથમ દિવસથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને હોલની તમામ બેઠક ભરાઈ જતા પગથિયા પર બેસીને લકોએ એકાંકી સ્પર્ધા માણી હતી.

નાટક એટલે પ્રજાએ પોતે ગોતેલી રમત. બ્રહ્માએ ચાર વેદોમાંથી ચાર તત્ત્વો લઇને પાંચમાં વેદનું સર્જન કર્યું જે નાટ્ય વેદ કહેવાયો.

છેલ્લા ત્રીસ વર્ષોથી ગુજરાત સમાચાર અને આઈએનટી મુંબઈ દ્વારા આયોજિત અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધાને 30 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષે સ્પર્ધાનું ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય સાહિત્યકાર અને સાક્ષર સિતાંશુ યશશ્ચન્દ્રએ ઉદ્ઘાટન કર્યુ હતુ. તેમજ આ સ્પર્ધા ત્રીસ વર્ષમાં વામન સ્વરૂપના પહેલાં ચરણથી લઇને વિરાટ સ્વરૂપના ત્રીજા ચરણે પહોંચી હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, એકાંકી સ્પર્ધાએ આ વિરાટ સ્વરૃપ ટંકશાળ પાડીને નહીં પરંતુ આખા ગુજરાતમાં સ્પર્શીને હાંસલ કર્યું છે. નાના નાના ગામોમાંથી કલાકારો આવે છે અને પોતાની કલાનું ઉમદા પ્રદર્શન કરે છે.

એનઆઈટી અને ગુજરાત સમાચાર એકાંકી સ્પર્ધા એક મહોત્સવ બની ગયો છે. પ્રથમ દિવસે જાણીતા કલાકર અરવિંદ વૈદ્ય, દિલ્હી નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના રાજુ બારોટ, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્કુયસર આરતી પટેલ અને નામી હસ્તી ઉપસ્થિત રહી હતી.  તેમજ ત્રણ કોલેજના વિદ્યાર્થીઓએ ફસ્ટ ક્લાયન્ટ,  ઢીમલી અને અશ્વત્થામા નાટકનું સુંદર પ્રસ્તુતિ કરી  હતી.

આઇએનટીની સંકલ્પના ભારતીય રાષ્ટ્રીય રંગભૂમિની છે. ભરતમુનિએ નાટયશાસ્ત્રનો પ્રારંભ કર્યો ત્યારે લોક સમુદાય ઇર્ષા અને લોભથી મિશ્રિત હતો. માગણી એવી હતી કે અમને એવું ક્રિડન્યક આપો જે દ્રશ્ય અને શ્રાવ્ય બન્ને હોય અને તે કામ ગુજરાત સમાચારે કલાકારોને અવિરત પ્લેટફોર્મ આપવાનું કામ કર્યુ હોવાનું  સાહિત્યકાર સિતાંશુ યશશ્ચન્દ્રએ કહ્યુ હતુ.

આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં નવા કલાકારોને પ્લેટફોર્મ મળે છે. આ વર્ષે પણ કોલેજના વિદ્યાર્થીઓએ સામાજિક પ્રશ્નોની સુંદર રજૂઆત કરી હતી. કોઇપણ યુગમાં સત્તા ગમે તે હોય તેના પર જ્યારે કલાનો પ્રભાવ પડે ત્યારે સુદ્રઢ સંસ્કૃતિનું નિર્માણ થાય, હકારાત્મક વિચારધારાનું નિર્માણ થાય. આવી ઘટનાઓમાંથી યુગ ચેતના પ્રગટાવનારા નાટયતત્વનો જન્મ થાય છે.

 

Related posts

નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજાર અંગ્રે પ્રેસ કોન્ફરન્સ કરી આપી આ માહિતી

Nilesh Jethva

CTET Exam 2020: પરીક્ષાઓને લઈ આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે CTETની પરીક્ષા

Pravin Makwana

દ્વારકાધીશ મંદિરની ટોચનો દંડ તૂટ્યો, શું દેશમાં મોટી મુસીબત આવવાના છે સંકેત?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!