GSTV
Home » News » ગુજરાત ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે: શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાત ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે: શિવરાજસિંહ ચૌહાણ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેમણે અંકલેશ્વરમાં સભાને સંબોધન કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મોદી સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.

શિવરાજસિંહે કહ્યું કે, આપણે બે દિવાળી મનાવાની છે. બે-ત્રણ દિવસ બાદ આવનારી દિવાળી તો મનાવાની છે, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાર્ટી 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે ત્યારે આપણે બીજી દિવાળીની ઉજવણી કરવાની છે. આજ સુધીના બધા રેકોર્ડને તોડીશું. તેમણે મોદીના નામની માળા પણ જપી હતી. તેમણે મોદીની ચાપલૂસી કરતાં મોદીની સરખામણી ગાંધી અને સરદાર સાથે કરી નાખી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની સમસ્યા નહેરૂની દેન છે, તે સમયે નહેરૂજીએ જમ્મુ-કાશ્મીરનો મામલો સરદાર પટેલને સોંપ્યો હોત તો હાલની કાશ્મીરની સમસ્યા હોત જ નહીં.

તેમણે કહ્યું, ‘નર્મદા અમારી માટે નદી નથી, પરંતુ અમે નર્મદાને માતાનો દરજ્જો આપીએ છીએ.’

Related posts

અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં જવાહર ચાવડાએ આ કોને રૂપિયા આપ્યા ?

Mayur

પ્રેમલગ્ન કરેલા યુવકની બહેનને યુવતીના ભાઈ સાથે થઈ ગઈ આંખ મિચોલી, પિતાજીનું કરી લીધું અપહરણ

Mayur

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!