GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં 1,000 કરોડનું બોગસ ઇનવોઈસ કૌભાંડ, કેન્દ્રની એજન્સીના દરોડા

નવી કરપ્રણાલી જીએસટી હેઠળ વેપારીઓ, કંપનીઓ, ઉદ્યોગો દ્વારા કરચોરી, બોગસ બિલ દર્શાવી ખોટી રીતે ટેક્સ રિફંડ મેળવ્યાની એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે. હવે નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) સ્થિતિ કંપનીઓ અને નિકાસકારોની સાથે મળી ગુજરાતના ગાંધીધામ સ્થિત કંડલા SEZની કેટલીક કંપનીઓએ રૂ.1000 કરોડના બોગસ ઇનવોઇસ દ્વારા ખોટી રીતે જીએસટી રિફંડ મેળવી સરકારી ખજાનાને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. જે મામલે અમદાવાદ સ્થિતિ (કેન્દ્ર સરકારની તપાસ શાખા) ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) એ કંડલા સ્થિત 3 એકમોમાં અને ત્યારબાદ એનસીઆરના નિકાસકારો અને તેમના ગોડાઉન પરિસરમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

SEZમાં કરેલી સપ્લાયનો 300 ટકા ઊંચો ભાવ દર્શાવ્યો

25 સપ્લાયરોએ રૂ.1000 કરોડના બોગસ ઇનવોઇસ ઇશ્યૂ કર્યા તપાસ એજન્સીએ અસમ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આવેલા આવા 25 સપ્લાયર્સને શોધી કાઢ્યા છે જેમણે એનસીઆરમાં આવેલા નિકાસકારોને માલની સપ્લાય કર્યા વગર જ રિફંડ મેળવવા માટે રૂ. 1000થી વધુના બોગસ ઇનવોઇસ ઇશ્યૂ કર્યા હતા. આ સપ્લાયર્સ અસ્તિત્વમાં જ ન હતા અથવા તો પરોક્ષ રીતે નિકાસકારો દ્વારા જ નિયંત્રિત કરવામાં આવતા હતા. કપટપૂર્ણ લેવડદેવડને કાયદેસરની દેખાડવા માટે નોઇડામાં બનેલી કે દિલ્હીમાં સ્થાનિક સ્તરેથી ખરીદેલા માલસામાનને ઇનવોઇસમાં આવરી લઇ કંડલા સ્થિત SEZ એકમોને મોકલવામાં આવ્યા હતા. DGGI દ્વારા લેવાયેલા કડક પગલાંઓથી જીએસટી ઓથોરિટી દ્વારા વિતરણ થનાર રૂ.300 કરોડનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ કૌભાંડીઓના/ કરચોરીના હાથમાં જતા અટકાવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત રૂ.100 કરોડથી વધુનું આઇટીસી સરપ્લસ હજી પણ આવા બોગસ નિકાસકારોના દાવા પણ અટકાવી દેવાયા છે. તપાસમાં તેમણે કરચોરી અને ખોટી રીતે રિફંડ મેળવવા માટેની મોડસ ઓપરેન્ડી પકડાઇ હતી. તેમની મોડસ ઓપરેન્ડીમાં SEZ (શૂન્ય દરે સપ્લાય)ને સપ્લાય કરાયેલા માલનું બજાર મૂલ્ય 300% જેટલું વધારે દર્શાવ્યું હોવાનું દેખાય છે અને કપટપૂર્ણ રીતે મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના રિફંડનો દાવો કરાયો છે.

 ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડની માંગણી કરી

પ્રાપ્ત પુરાવા એ સ્પષ્ટ કરે છે કે, ઇનપુટ ટેક્સ ક્રેડિટના સ્ત્રોત તરીકે નિકાસ સામે રિફંડનો દાવો એ જ છેતરપિંડી છે. રૂ.150થી 300 પ્રતિ કિલોના ભાવે વેચાતી વસ્તુનું મૂલ્ય રૂ.5000થી 9000 દર્શાવ્યું તપાસમાં જાણવા મળ્યું કે, નોઇડા સ્થિત કેટલાક કંપનીઓએ સુંગધિત સોપારી, તમાકુનો અર્ક, પાનમસાલાનો હલકી ગુણવત્તાવાળો માલસામાનનું ઉત્પાદન કર્યું પણ તેની ઉપર ટેક્સ ચૂકવ્યો નહીં. આ માલસામાનનો સ્થાનિક બજારમાં ભાવ રૂ. 150થી 300 પ્રતિ કિગ્રા હતું જ્યારે તેમણે કંડલા સ્થિત સેઝમાં કરેલા સપ્લાય આ જ સામાનનું મૂલ્ય રૂ. 5,000થી 9,000 પ્રતિ કિગ્રા દર્શાવ્યું હતું. ત્યારબાદ કુલ  ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડની માંગણી કરી. જેમાં જીએસટી ઓથોરિટી સમક્ષ નિકાસકારો દ્વારા કપટપૂર્ણ રીતે રૂ.400 કરોડના રિફંડના દાવા કરવામાં આવ્યા હતા. યોજનાબદ્ધ રીત કરચોરી અને ખોટી રીતે રિફંડ મેળવવાનું ષડયંત્ર તપાસમાં આ સમગ્ર યોજનાબદ્ધ રીતે કરચોરી અને ખોટી રીતે રિફંડ મેળવવાનું ષડયંત્ર જણાય છે.

કરચોરોએ ગેરરીતિ આચરી વધુમાં વધુ રિફંડ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું

કંપનીઓ-નિકાસકારોએ છેતરપિંડી માટે પસંદ કરાયેલી ચીજવસ્તુ CTH 2402 હેઠળની ‘મેન્યુફેક્ચર્ડ તમાકુ અને અન્ય સંલગ્ન પ્રોડક્ટ’ છે જેની ઉપર સેસ સહિત 93થી 188 ટકા સુધીનો ટેક્સ લાગે છે. આવી વસ્તુઓ ઉપર ઊંચા ટેક્સને કારણે રિફંડની સામે આઇટીસીના રિફંડનો દાવો કરવાની શક્યતા ઘણી વધારે રહે છે જે 28 ટકા કે 18 ટકાના નીચા ટેક્સને આધિન છે. આથી કરચોરોએ ગેરરીતિ આચરી વધુમાં વધુ રિફંડ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. નોંધનિય છે કે, તમાકુ પ્રોડક્ટ મોટાભાગે બિઝનેસ-ટુ – કન્ઝ્યુમર (B2C) સપ્લાય આઇટમ છે અને બજારમાંથી ઇનવોઇસ વગર જીએસટી ચૂકવણી સરળતાથી મળી જાય છે. કારણ કે બિલ વગર જ જેનું બજારમાં વેચાણ થતું હોય છે. હવે SEZ એકમો ઉપર પર આવશે તવાઇ આ ગેરરીતિમાં સંડોવાયેલી કંડલા સ્થિતિ SEZ એકમો દ્વારા ખોટી રીતે લેવામાં આવેલા નિકાસ પ્રોત્સાહનોની કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સી મુખ્ય ષડયંત્રકર્તાઓ અને કૌભાંડના વાસ્તવિક લાભાર્થીઓને ઓળખી કાઢવામાં સક્ષમ છે અને તેની તપાસ ચાલી રહી છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી અને કેસ દાખલ કરવામાં આવી શકે છે.

Related posts

LIVE! ગુજરાત ચૂંટણી/ ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા

pratikshah

BIG BREAKING / ગુજરાતમાં મતદાન વચ્ચે મોટા સમાચાર, ધોરાજીમાં ગેરકાયદે કામગીરી કરતાં બોગસ BLO રંગે હાથ ઝડપાયા

Kaushal Pancholi

ગુજરાત ચૂંટણી / ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન જ કર્યો નિયમોનો ઉલાળ્યો, આઈકાર્ડ વગર જ મતમથકે પહોંચ્યા

Hardik Hingu
GSTV