GSTV
Home » News » ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ન સુધર્યા, ચૂંટણીપંચને 26 ફરિયાદો મળી

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ન સુધર્યા, ચૂંટણીપંચને 26 ફરિયાદો મળી

જસદણ વિધાનસભા બેઠકની મતદાન હાઈવોલ્ટેજ ચૂંટણી જંગમાં આજે 73 ટકા મતદાન થયું છે. જેમાં ભાજપ – કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થયું છે. હવે તા.23મીએ નક્કી થશે કોન બનશે કુંવર કે કોનો આવશે અવસર. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી તંત્ર દ્વારા અર્ધલશ્કરી દળની છ પ્લાટૂન સહિત 1100 સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં જસદણ પેટા ચૂંટણીને લઈને અત્યાર સુધી રાજ્યના ચૂંટણી પંચને વિવિધ 26 જેટલી ફરિયાદ મળી છે. ચૂંટણી પંચને ઈવીએમ બગાડવાની કે પછી જસદણ મતવિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની અવરજવરને મુદ્દે આ ફરિયાદો મળી છે. ચૂંટણી પંચ આ ફરિયાદોનો અભ્યાસ કરીને તેના પર જરૂર પગલાં લેશે.

2017માં 2.28 લાખ મતદારો હતા

જસદણમાં કોંગ્રેસ ભાજપે જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે અહીંનું થોડુ જાતિ સમીકરણ તપાસીએ. લેઉવા પટેલ મતદારો 20 ટકા, કડવા પટેલ 7 ટકા, કોળી મતદારો 35 ટકા, દલિત મતદારો 10 ટકા, લઘુમતિ મતદારો 7 ટકા, ક્ષત્રિય મતદારો 8 ટકા, આહિર મતદારો 8 ટકા, અન્ય મતદારો 5 ટકા છે. 2017ની ચુંટણીમાં કોળી સમાજના 75207, પટેલ સમાજના 60385, દલિત સમાજના 18079, કાઠી(ક્ષત્રીય) સમાજના 9206, મુસ્લિમ સમાજના 9052, માલધારી-રબારી સમાજના 15314 અને અન્ય સમાજના 41490 મતદારો સહિત 2,28,733 મતદારો હતા

3 વાગ્યા સુધી થયું હતું 58 ટકા મતદાન

આજે સવારે આઠ વાગ્યાથી 3 વાગ્યા સુધી 58 ટકા મતદાન થયું છે. મહત્વનું છે કે 2,32,116 મતદારો જસદણ – વીંછીયા તાલુકા સહિતના વિધાનસભા વિસ્તારનાં ભવિષ્યનો ફેસલો મતદાન દ્વારા કરશે. આ મત વિસ્તારમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

બોગસ મતદાનની આશંકા, ન કરવા મળ્યું મતદાન

વીંછીયાના દડલીમાં બોગસ મતદાનની આશંકા દર્શાવવામાં આવી છે. ભૂપત ધોરિયાના નામે અન્ય કોઇ વ્યક્તિએ મતદાન કર્યું છે. મતદાન કરવા જતા ભૂપત ધોરિયાને આ વાતની જાણ થઈ હતી. જે પછી તેમણે તપાસ કરાવતા કહ્યું કે ચૂંટણી અધિકારીએ જણાવ્યું- ‘તમારું મતદાન થઈ ગયું છે’, ભૂપત ધોરિયાના નામે કોણ કરી ગયું મતદાન?

  • મતદાન પૂર્ણ થયુ છે. મતદાન પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. ચાર વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 58 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 62 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 57 ટકા, જસદણ તાલુકામાં 63 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયુ છે.
  • મતદાન પૂર્ણ થવાને આડે હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે. મતદાન પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે. ચાર વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 58 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 62 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 57 ટકા, જસદણ તાલુકામાં 63 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયુ છે.
  • મતદાન પૂર્ણ થવાને દોઢ કલાકનો સમય બાકી છે. પેટા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 52 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 54 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 56 ટકા, જસદણ તાલુકામાં 58 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન નોંધાયુ છે.
  • પેટા ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 46 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 45 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 53 ટકા, જસદણ તાલુકામાં 52 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં બે વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 39 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 41 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 43 ટકા, જસદણ તાલુકામાં 46 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ એક વાગ્યા સુધીમાં 42 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 28 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 33 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 29 ટકા, તાલુકામાં 34 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 12 વાગ્યા સુધીમાં 36.85 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો જોવા મળી છે. 12 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 28 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 33 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 29 ટકા, તાલુકામાં 34 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 12 વાગ્યા સુધીમાં 32 ટકા મતદાન નોંધાયુ છે.

Related posts

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય હવે મલ્ટીપ્લેક્સમાં આટલા કલાક જ ફ્રી પાર્કિંગ સેવા મળશે જે પછી…

Mayur

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur

બનાસકાંઠામાં કોલેજ બહાર યુવતીની મજાકના નામે છેડતી, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!